ડીસા યાર્ડમાં 400 મજૂરોએ મજુરી વધારવા માટે કામ બંધ કરી દીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 11:42:34
  • Views : 412
  • Modified Date : 2020-07-03 11:42:34

ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ડીસા માર્કેટયાર્ડના મજૂરોએ મજુરીનો દર વધારવા માટે બાયો ચઢાવી છે. જો કે, ડીસા યાર્ડ દ્વારા વેપારીઓ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.  કોરોનાના કહેર વચ્ચે ડીસા માર્કેટયાર્ડમાં કામકાજ કરતાં મજુરો છેલ્લાં ત્રણ વર્ષથી મજુરીના દરમાં વધારો કરાવવા માટે રજૂઆત કરી રહ્યાં છે પરંતુ આજદિન સુધી કોઇ પ્રત્યુત્તર ન મળતાં મજૂરોની ધીરજ હવે ખુટી રહી છે. જેથી ગુરૂવારે ડીસા માર્કેટયાર્ડમાં મજુરી કામ કરતાં 400 થી વધુ હમાલ-તોલાટ ભાઇઓએ ગુરુવાર સવારથીજ કામકાજથી અળગા રહી મજૂરીના ભાવ વધારા મામલે સેક્રેટરી એ.એન.જોષી અને વેપારી એશોસીએશનના પ્રમુખ અરજણભાઇ ચૌધરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.  આ અંગે મજૂરોએ જણાવ્યું હતું કે, ‘ત્રણ વર્ષથી મજૂરીનો ભાવ વધારો કર્યો નથી. જેથી મજુરીના ભાવમાં વધારો કરવા માટે રજૂઆત કરી છે અને જો તાત્કાલિક મજૂરોની વાતને ધ્યાને લઇ મજૂરીના ભાવમાં વધારો કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.’ જો કે, વેપારીઓ સાથે બેઠક કરી યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી મળતાં કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.  આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, ‘ડીસા માર્કેટયાર્ડમાં 22 પ્રકારની મજૂરી કામ થાય છે. જેમાંથી મોટાભાગની મજૂરીમાં જિલ્લામાં સૌથી વધુ ભાવ ડીસા માર્કેટયાર્ડમાં આપેે છે પરંતુ કેટલીક બાબતોમાં મજૂરોને ઓછો ભાવ મળે છે. જેમાં વેપારીઓ અને મજૂરોને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવાશે.’

Download Our B K News Today App



Related News