દરરોજ દેશમાં 400, ગુજરાતમાં 25 આપઘાતના બનાવ, નવસારીમાં સપ્તાહમાં 15 થી વધુ આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 15:01:51
  • Views : 357
  • Modified Date : 2020-09-10 15:01:51

      ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્યુસાઈડ પ્રિવેન્શન (IASP) દ્વારા દર 10મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત અટકાવ દિનની ઉજવણી કરવામાં આવે છે. જેનો ઉદેશ્ય લોકોમાં આત્મહત્યાના વર્તનને સમજે અને લોકોમાં આત્મહત્યા અટકાવવાનો છે. આ વર્ષે સાથે મળીને આત્મહત્યા અટકાવી શકીએ working together to prevent suicide હાલમાં મોંઘવારી, રોજગારીનો પ્રશ્ન કૌટુંબિક કારણ, પ્રેમસંબંધ, બદલાની ભાવના, નશાકારક વસ્તુનું સેવન ચિંતા, ઊંઘમાં ખલેલ પદવી અથવા વર્તનમાં બદલાવ જેવા પરિબળોને કારણે આત્મહત્યા કરવા જેવા પગલા ભર્યાના બનાવો નોંધાઈ રહ્યા છે.નવસારી જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ દ્વારા 10મી સપ્ટેમ્બરે ‘સાથે મળીને આત્મહત્યા અટકાવવા’ની થીમ લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નવસારીમાં માનસિક આરોગ્ય વિભાગ દ્વારા પણ દર વર્ષે વિવિધ આત્મહત્યા કરવાના કારણોમાં મુખ્ય જોવા જઈએ તો કૌટુંબિક કારણો, ગરીબી, બેકારી, પ્રેમસંબંધ, શારીરિક કે માનસિક બીમારી, લગ્ન સંબંધ, પરીક્ષા, પ્રેમ, ધંધામાં કે કેરિયરમાં નિષ્ફળતા, મિલકત સંબંધી, સામાજિક દુષ્કર્મના લીધે, દેવું, નાદારી, નશાયુક્ત પદાર્થના સેવન, નપુંશકતા, બાળક ન થવું, પોતાની અલગ વિચારધારાને લીધે તેમજ નજીકના સ્વજનનું નિધન થવું આ સામાન્ય કારણો ઉપરાંત કૌટુંબિક કારણો આત્મહત્યાની પ્રેરણા આપે છે.જનજાગૃતિનાં લગતા કાર્યક્રમો,પોસ્ટર પ્રદર્શન અને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવતું હતું. આ વર્ષે કોરોનાના કારણે મોટાભાગના કાર્યક્રમો રદ કરી દેવાયા હતા.એક સરવે અનુસાર ભારતમાં રોજના આશરે 380થી 400 જેટલા લોકો આત્મહત્યા કરે છે. ગુજરાતમાં 21થી 25 લોકો આત્મહત્યા કરે છે. ગત 2019ના વર્ષમાં એક રેકોર્ડ પ્રમાણે 7700 લોકોએ આત્મહત્યા કરી જેમાં પુરુષ વર્ગનું પ્રમાણ 2/3 હતું. આત્મહત્યા કરનાર મુખ્યત્વે 15 થી 40 વર્ષની વયમાં વધુ જોવા મળે છે. જેમાં માનસિક રોગોથી પીડિત 50 ટકા લોકો જીવનનો અંત આણે છે. નવસારીમાં સપ્તાહમાં 15 થી વધુ આત્મહત્યાના બનાવો બની રહ્યા છેઆત્મહત્યા કરનાર વ્યક્તિમાં કેટલાક ચેતવણી કારક લક્ષણો હોય છે. જે નિરાશાવાદી, બદલાની ભાવના, અકારણ ગુસ્સો, નિષ્કાળજીપૂર્વકનું વર્તન, જોખમકારક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું, મોટાભાગનો સમય ઉંઘતા રહેવું, મૂડમાં બદલાવ અને આત્મહત્યાની વાતો કરવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક મનોચિકિત્સકનો સંપર્ક કરવો હિતાવહ છે.જે વ્યક્તિ આત્મહત્યાની વાતો કરે, પ્લાન બનાવે તે એક ગંભીર બાબત છે. આવા લોકોને તેમના કૌટુંબિક વ્યક્તિ મિત્રો, સ્નેહીજનો, સહપાઠી, સહકર્મચારીઓએ આવા લક્ષણ ધરાવતા વ્યક્તિને ઓળખી લેવા જોઈએ. તેમને શાંતિથી સાંભળવા જોઈએ, કરુણા અને સહાનુભૂતિ દાખવવી જોઈએ. તેમને મનોચિકિત્સક પાસે સારવાર અપાવવી જોઈએ..

Download Our B K News Today App



Related News