માર્કેટયાર્ડમાં છેલ્લા 4 વર્ષમાં જીરુંના ભાવ તળિયે, નીચામાં રૂ.2100નો ભાવ પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:01:15
  • Views : 573
  • Modified Date : 2020-03-18 11:01:15

જીરુંના વેપાર માટે વિશ્વના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંનો છેલ્લા 4 વર્ષમાં રૂ.2100 નીચામાં નીચો ભાવ પડ્યો હતો. હાલ જીરું મિડિયમના ભાવ રૂ.2400 થી 2600, બોલ્ડના રૂ.2800 થી 3000 અને બેસ્ટના રૂ.2600 થી 2800 ના ભાવ પડે છે. જે ગત વર્ષ 2019 માં મિડિયમના રૂ.3000 થી 3200 અને વર્ષ 2018 માં રૂ.3200 થી 3400 સુધીના ભાવ પડ્યા હતા. હાલ 70 હજાર બોરીનો વેપાર થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ, શેરમાર્કેટ અને માવઠાની આંશિક અસર ભાવ ઉપર પડી હોવાનું જાણકારોનું માનવું છે. ઊંઝા યાર્ડમાં જીરુંની આવક ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને જૂનના અંતે ઠંડી પડે છે. છેલ્લા 3-4 વર્ષ કરતાં ચાલુ વર્ષે આવકો વધી છે. 4 વર્ષમાં સૌથી નીચા ભાવે જીરું રહ્યું એમ માર્કેટયાર્ડ વેપારી મંડળના પૂર્વ પ્રમુખ સીતારામભાઈ પટેલે જણાવ્યું હતું. માવઠાને કારણે મૂળ રાજસ્થાન અને સૌરાષ્ટ્રની મુખ્ય આવક જીરુંમાં ડિસ કલરનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. 55 હજાર બોરી પ્રતિદિન આવક સામે 70 હજાર બોરીનો વેપાર રહે છે. કોરોનાને કારણે વિદેશી નિકાસ ઘટી, ચાઇના અને યુરોપનો ખરીદ વેપાર બંધ થયો હોવાથી માર્કેટ ઉપર અસર પડી છે. શેરમાર્કેટની 20 થી 25% અસરથી વેપારીની ખરીદ શક્તિમાં ઘટાડો નોંધાયો છે. ગત સાલ રૂ.1100 નો એરંડો રૂ.800 થતાં એ મંદીએ ઉ.ગુ.ના ખેડૂત-વેપારીઓની કમર તોડી નાખી છે.

Download Our B K News Today App



Related News