બુલેટ ટ્રેન કોરિડોરમાં 24,000 કરોડના ખર્ચે વાપી-વડોદરા રૂટ પર એલિવેટેડ પુલ, સ્ટેશન, રિવર બ્રિજ, ડેપોનું કામ પૂર્ણ કરવા 4 વર્ષનો લક્ષ્યાંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 14:07:42
  • Views : 2361
  • Modified Date : 2020-10-30 14:07:42

               દેશની પ્રથમ 508 કિમી અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરનો 46 ટકા ભાગ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ એલએન્ડટીને આપી દેવામાં આવ્યો છેબુધવારે એલએન્ડટીની કન્સ્ટ્રક્શન કંપનીએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) પાસેથી ભારતમાં એના હેવી સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેગા ઓર્ડર રૂપે મહારાષ્ટ્ર-અમદાવાદ બુલેટ ટ્રેન રેલવેના 237.1 કિમીના સી-4 પેકેજના કોરિડોર કૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ મેળવી લીધો છે. એનએચઆરસીએલ દ્વારા 19 ઓક્ટોબરના રોજ ફાઈનાન્સિયલ બીડ ખોલવામાં આવી હતી, જેમાં એલએન્ડટીએ સૌથું લોએસ્ટ બીડ મૂક્યું હોવાનું સામે આવ્યું હતું. આ બીડમાં કુલ 3 કંપની દ્વારા બીડ મૂકવામાં આવ્યું હતું.10 દિવસ સુધી ચાલેલી મુલ્યાંકન પ્રક્રિયામાં વિધિવત કોન્ટ્રાક્ટ એલએન્ડટીના ફાળે આવ્યો છે. કુલ 508 કિમી લાંબી હાઈસ્પીડ રેલ યોજનામાં મહારાષ્ટ્ર રાજ્યમાં 155.76 કીમી, દાદરા નગર હવેલીમાં 4.3 કિમી તથા ગુજરાતમાં 348.05 કિમીનો ભાગ સમાવિષ્ટ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની હાઈસ્પીડ રેલ 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. જેમાં 12 સ્ટોપેજ નિર્ધારીત કરવામાં આવ્યા છે. મર્યાદિત સ્ટોપ સાથે 3 કલાકમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો સફર પૂર્ણ કરશે.બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. 28માંથી 25 ગામ સરકારને આપી દીધી છે. કામરેજ જિલ્લાના 3 ગામમાં વળતરની રકમને લઈને જમીન માલિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 28 ગામના 913 બ્લોકમાંથી 615 બ્લોકમાં રૂ.1700 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. 144 હેક્ટર જમીનમાંથી 122 હેક્ટરનો કબ્જો પણ મેળવી લેવામાં આવ્યો છે. જે 3 ગામડાઓમાં વિરોધ છે તે પૈકી પાસોદરામાં 18 બ્લોક પૈકી 3 બ્લોકમાં વળતર આપી દેવાયું છે. કટોરમાં 36 બ્લોકમાંથી 14 બ્લોકનું સંપાદન કરવામાં આવ્યું છે. જ્યારે કોસમાડાના 29 બ્લોક પૈકી 17 બ્લોકમાં કબજો મેળવી લેવાયો છે. પાસોદરમાં જંત્રી રેટ રૂ.2750, કટોરમાં રૂ.1438 અને કોસમાડામાં રૂ.2225 છે. જેમાં 52 ટકા વધુ રેટ આપવા માટે સરકાર તૈયાર છે પરંતુ ખેડૂતોને જંત્રી રેટ ઓછો લાગી રહ્યો છે. પોસાદરના કેટલાક ખેડૂતો વિઘાના રૂ.8 થી 10 કરોડની માંગણી કરી રહ્યા છે. તે પ્રમાણે કોસમાડા અને કટોરના ખેડૂતોની વધુ વળતરની માંગણી છે.એલએન્ડટીને સી-4 પેકેજના 24000 હજાર કરોડના ખર્ચે 237.1 કિમીના કોરિડોરને ડેવલોપ કરવાના મળેલા કોન્ટ્રાક્ટમાં સિવિલ અને બિલ્ડીંગ વર્ક્સની ડિઝાઈન અને નિર્માણ, જેમાં ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનમાં ડબલલાઈન બ્રિજ, સુરત ડેપો, ટનલ સહિત વાપી, બિલિમોરા, સુરત-ભરૂચના કામનો સમાવેશ થાય છે.એમડી અને સીઈઓ એસ.એન.સુબ્રમણિયમે જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન અનિશ્ચિતતા વચ્ચે આટલો મોટો ઈન્ફ્રાસ્ટ્ર્ક્ટર ઓર્ડર કંપનીને મળ્યો છે. ભારત સરકાર, રેલવે મંત્રાલય, ભારતીય રેલવે બોર્ડ અને એનએચઆરસીએલથી તરફથી મળેલો આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર બનશે.

Download Our B K News Today App



Related News