આજથી પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા પછી બજાર બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 13:39:24
  • Views : 1007
  • Modified Date : 2020-07-10 13:39:24

બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર મુખ્ય શહેરોને 20 જુલાઈ સુધી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે. ત્યારબાદ લોકોને ઘરની બહાર ન નીકળવા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે.  જિલ્લામાં વધુ 18 કેસ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 367 પહોંચી ગઈ છે.પાલનપુર અને ડીસા શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા એસોસિયેશન સાથે અભિપ્રાય મેળવી સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારો ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે જેનું 20 જુલાઈ સુધી બધાએ પાલન કરવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના વધુ નવા 18 પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા. જ્યાં પોઝિટિવ  દર્દીઓ નવા નોંધાયા છે તેમાં ડીસા 6, પાલનપુર 5, દિયોદર 2, ધાનેરા 1, શિહોરી 1, વાવ 1 અને વડગામમાં 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.  જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે અનલોક-2માં લોકો બજારમાં છૂટથી ફરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનારા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરીએ.દરેક ઓફિસોમાં આવતા લોકોનું થર્મલ ગન અને ઓક્સીમીટરથી ટેમ્પ્રેચર ચેક કરી પછી જ કચેરીમાં પ્રવેશ મળે, ખાનગી હોસ્પીટલો સાથે એમ.ઓ.યુ. કરી પુરતા બેડ, વેન્ટીલેટર અને દવાઓના જથ્થા સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા તેમણે વહીવટીતંત્રને સુચના આપી હતી. મનરેગા હેઠળ ચાલતા કામના સ્થળોએ મજુરોને માસ્ક, સેનિટાઇઝ સહિતની સુવિધા આપવા તાકીદ કરી હતી. લુદરા ગામે બે સગા ભાઈઓને કોરોના પોઝિટિવ આવતા દિયોદર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પરિવારના નજીક 6 પરિવારના 22 સભ્યોની થર્મલ ગનથી તપાસ કરી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ માસ્ક અને ઉકાળાનું વિતરણ કરી સર્વે કામગીરી હાથ ધરી હતી.

પોઝિટિવ દર્દીઓની યાદી
1.સુરેખાબેન મથુર ભાઈ સોલંકી રહે.અનાપુર છોટા તા.ધાનેરા
2.ચૌધરી શૈલેષભાઈ ભગવાનભાઈ રહે.લુદરા તા.દિયોદર 
3.ચૌધરી ભાલેશભાઈ ભગવાનભાઈ રહે.લુદરા તા.દિયોદર 
4.મકવાણા ઉમેદભાઈ જગાભાઈ રહે.શિહોરી તા.કાંકરેજ 
5.સરોજ મદનગીરી ગોસ્વામી રહે.ડીસા 
6.અમૃતભાઈ જેઠાભાઈ પટેલ રહે. ડીસા 
7.અખિલેશ ભાઈ સોમાભાઈ જૈન રહે.સમશેરપુરા તા.વડગામ
8.ખેમચંદભાઈ મોહનલાલ માળી રહે.અંકિત સોસાયટી ડીસા
9.કેતનકુમાર જયંતીભાઈ પ્રજાપતિ રહે.શ્રીપાલનગર સોસા,પાલનપુર
10.જીતેન્દ્રકુમાર પવાલા રહે.ડીસા
11.નીરવ નાનુભાઈ પઢીયાર રહે.ડીસા 
12.ધરમસિંહ પ્રજાપતિ રહે.અમદાવાદ હાઈવે, પાલનપુર
13.કુલસુમબેન જાફરભાઈ અઘારીયા રહે.કાણોદર તા. પાલનપુર
14.ઈલિયાસભાઈ અબ્દુલરહેમાન ભાઈ શિરોયા રહે.પાલનપુર 
15.ચંદ્રિકાબેન જયંતીલાલ પવાલા રહે.ડીસા 
16.ઉત્તમભાઈ ડાયાભાઈ પરમાર રહે. વડગામ 
17.પટેલ વશરામભાઈ કાનાભાઈ રહે.ટડાવ તા.વાવ 
18.દિનેશભાઈ વશરામભાઈ ચૌહાણ રહે ગોઢ તા.પાલનપુર

Download Our B K News Today App



Related News