આણંદ જિલ્લામાં 1 લાખની વસ્તી સામે 4 હજાર રેપીડ ટેસ્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 14:19:32
  • Views : 372
  • Modified Date : 2020-09-29 14:19:32

        આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતો નથી. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યાં છે.ત્યારે સરકારે કોરોના સંક્રમણને કાબુ લેવા માટે સતત એન્ટીજન ટેસ્ટ વધારવાની વાતો કરવામાં આવી રહી છે.જો કે વાસ્તિવક પરસ્થિતી કંઇ જુદી છે.જિલ્લામાં 21 લાખની વસ્તી છે.તેની સામે માત્ર અત્યાર સુધીમાં 69 હજારકિટ ફાળવવામાં આવીછે. આમ અત્યાર સુધી 49 856 ટેસ્ટ કરવામાંં આવ્યા છે. હવે માત્ર 19 હજાર જેટલી કીટ બચી છે. હજુ જિલ્લામાં માત્ર 1 લાખની વસ્તી માત્ર 2500 ટેસ્ટ થયા છે.જેમાં સરેરાશ 60 જેટલા શંકાસ્પદ કેસ મળે છે. ત્યારે જો એન્ટીજન ટેસ્ટ કરીને કોરોના ગ્રસ્ત વ્યકિતઓને સારવાર પૂરી પાડવામાં નહીં આવે તો આવનાર શિયાળો આણંદ જિલ્લા માટે મોટી આફત લઇને આવશે તેવી સંભાવના વર્તાઇ રહી છે.આણંદ જિલ્લાના 11 નાના-મોટા શહેર અને 361 ગામોમાં આવેલા છે.જેમાં શહેરી વિસ્તારમાં 6.80 લાખ વસ્તી છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 14.20 લાખની વસ્તી છે. હાલના સંજોગોમાં કોઇ પણ રીતે કોરોના સંક્રમણ ફેલાઇશકે છે.તેમ છતાં નાગરીકોમાં જાગૃતિના અભાવે સંક્રમણ ગામેગામ પ્રસરી રહ્યું છે.ત્યારે આવા સંજોગોમાં કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યકિતઓ ઓળખ જરૂરી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતા જોવા મળ્યું હતું. કે મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા હતા.તેમજ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ટોળે વળી બેસેલા લોકો જોવા મળી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારના લોકો કોઇના કોઇ કામ માટે અવજ-જવરા શહેરો કરી રહ્યાં છે.તેવા સંજોગોમાં કોરોના સંક્રમણ બહારથી લાવીને ગામમાં ફેલાવી રહ્યાં છે. તેવા સંજોગોમાં કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની ઓળખ કરવા માટે એન્ટીજન ટેસ્ટની વધારવા જરૂરી છે.સરકારા પણ તેન ીતરફેણ છે. પરંતુ તંત્ર પાસે પુરતા પ્રમાણ કિટનો નથી.તેના કારણે માત્રને માત્ર તાવ કેબિમાર વ્યકિત કે સામાન્ય લક્ષણો ધરાવતા વ્યકિતઓની તપાસ કરીને સંતોષ માને છે. જયારે કોરોના સંક્રમણ ધરાવતા કેટલાંય વ્યકિતમાં લક્ષણો જોવા મળતા નથી.તેવ વ્યકિત બજાર અને ગામમાં ફરતા હોવાથી સંક્રમણ વધી રહ્યું છેજિલ્લામાં આવેલ તમામ તાલુકા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, શાક માર્કેટ, ગંજ બજાર, તમામ સરકારી કચેરીઓ, શોપીંગ મોલ જેવા કે બીગ બજાર, રીલાયન્સ, ડી-માર્ટ, જી.આઈ.ડી.સી, રાષ્ટ્રીય અને ખાનગી બેંકોની શાખાઓ, પ્રાઈવેટ હોસ્પિટલના કર્મચારીઓ, પોલીસ સ્ટાર્ફ, એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ, વાહનોના શોરૂમ, પેટ્રોલ પંપ, જેવી તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ઘના ધોરણે રેપીડ કીટ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરી વધુમાં વધુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓને શોધીને હોમ કોરન્ટાઈન અથવા ફેસીલીટી કોરન્ટાઈન કરી સારવાર આપાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૦૭૭ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવેલી છે. જેના ઉપર જિલ્લાના કોઈપણ નાગરીક પોતાને કોરોનાના લક્ષણો છે તેવું જણાય તો તાત્કાલિક આ નંબરનો સંપર્ક કરી વિના મૂલ્યે એન્ટીજન ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે..

Download Our B K News Today App



Related News