ગાંધીનગરમાં કોરોના ઃ એક જ પરિવારના ૪ પોઝિટીવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:12:20
  • Views : 631
  • Modified Date : 2020-03-24 14:12:20

ગાંધીનગરમાં કોરોના ઃ એક જ પરિવારના ૪ પોઝિટીવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસથી એકના મોત સાથે કુલ ૨૭ કેસ પોઝિટીવ મળ્યા છે. જેના કારણે રાજ્યમાં પાંચ મહાનગરો સહિત ૬ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના પાટનગરમાં ગઇકાલના ૩ કેસ બાદ વધુ એક કેસ પોઝિટીવ આવતા કુલ ચાર કેસ થઈ ગયા છે. જેમાં એક જ પરિવારના પાટનગરમાં ચાર કેસ નોંધાયા છે. તેમાં હજુ પણ બે કેસ પોઝિટીવ સામે આવી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.રાજ્યમાં કોરોના કેસના વધી રહેલા કેસમાં પાટનગરમાં રવિવાર સુધી ત્રણ કેસ સામે આવ્યા હતા. ત્યારે વધુ એક કેસ પોઝિટીવ આવતાં એક જ પરિવારના પાટનગરમાં ચાર કેસ નોંધાયા છે. તેમાં હજુ પણ બે કેસ પોઝિટીવ સામે આવી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. કારણ કે, સેક્ટર ૨૯માં રહેતો યુવક દુબઈથી પરત આવ્યા બાદ પરિવાર સાથે રહેતો હતો. ત્યારે આ યુવક સાથે તેની પÂત્ન અને તેના દાદીનો પણ કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો છે.  તેના પરિવારના યશવંતભાઈ પટેલનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ રીપોર્ટની સાથે ગાંધીનગર શહેરમાં ચાર કેસ થઈ ગયા છે. ગાંધીનગર સિવિલમાં વધુ બે લોકો શંકાસ્પદ જોવા મળી રહ્યા છે. જેમાં અત્યારે સારવાર લઈ રહેલું એક દંપતિ પણ સેક્ટર ૨૯માં પોઝિટીવ આવેલા યુવક સાથે ફરવા ગયું હતું. જેની હાલ સારવાર ચાલી રહી છે અને તેમના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, પરંતુ આ દંપતિ પોઝિટીવ આવેલા યુવક સાથે રહેલું હોવાના કારણે આ બન્નેના રીપોર્ટ પણ પોઝિટીવ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News