ધાનેરામાં હવામાં ફાયરિંગ કરી વેપારીના 4 લાખ લૂંટી 3 બાઇક સવારો ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 10:35:31
  • Views : 595
  • Modified Date : 2020-08-05 10:35:31

     ધાનેરા ખાતે બજરંગ ટ્રેડિગ નામની દુકાનના કરીયાણા તેમજ ગુટકાના વેપારી રાજુભાઇ ઠક્કર પોતાની દુકાન વધાવીને મંગળવારે રાત્રે8 વાગ્યાના સુમારે એકટીવા ઉપર પોતાના ઘરે આવી રહયા હતા ત્યારે વાલાણી બાગ પાસે અચાનક પાછળથી બાઇક સવારો આવ્યા અને એકટીવાને ટક્કર મારતા એકટીવા પડી ગઇ અને એકટીવા ચાલક રાજુભાઇ ઠક્કર તેમના માણસો પણ પડી ગયેલા ત્યારે બાઇક ઉપર આવેલ ત્રણ સખશો પૈકીના એક જણે હવામાં ફાયરીંગ કરીને દુકાનથી આખા દિવસનો થયેલ વકરો અંદાજે રૂ. 4 લાખની આસપાસ હતા તે થેલો આ શખ્સો લઇને ફરાર થઈ ગયા હતા અને રાજુભાઇ તથા તેમની સાથે રહેલા લોકોએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ટોળા એકઠા થયા હતા અને આ બાબતે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને લૂંટ કરી ફરાર થયેલ શખ્સોને શોધવા માટે કવાયત હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News