સાવલીની મંજુસર GIDCની કંપનીએ 4 કર્મીને છૂટા કરી દેતા હડતાળ, વિરોધ કરતા 9 કર્મીની પોલીસ દ્વારા ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 16:02:19
  • Views : 388
  • Modified Date : 2020-09-19 16:02:19

      સાવલી તાલુકાના મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી કંપની દ્વારા ચાર કર્મચારીઓને છૂટા કરવાના વિરોધમાં કર્મચારીઓએ આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. હડતાળ પાડી કંપની બહાર ધરણાં-સુત્રોચ્ચાર કરી રહેલા કર્મચારીઓ પૈકી પોલીસે 9 કર્મચારીઓની ધરપકડ કરતા કર્મચારીઓમાં મેનેજમેન્ટ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.સાવલી તાલુકાના મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી કંપની દ્વારા ચાર કર્મચારીઓને છૂટા કરવાના વિરોધમાં કર્મચારીઓએ આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. હડતાળ પાડી કંપની બહાર ધરણાં-સુત્રોચ્ચાર કરી રહેલા કર્મચારીઓ પૈકી પોલીસે 9 કર્મચારીઓની ધરપકડ કરતા કર્મચારીઓમાં મેનેજમેન્ટ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.આજે સવારથી કંપનીના તમામ કર્મચારીઓ રાબેતા મુજબ ગેટ પાસે આવી ગયા હતા. પરંતુ, કંપનીમાં ફરજ ઉપર હાજર થયા ન હતા અને ગેટની બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા. તે સાથે કર્મચારીઓને કંપની મેનેજમેન્ટને છૂટા કરવામાં આવેલા ચાર કર્મચારીઓને પરત લેવા માટે દબાણ કરતા સુત્રોચ્ચાર કર્યા હતા. કંપની મેનેજમેન્ટે કર્મચારીઓના આંદોલનને કચડી નાંખવા માટે પોલીસ કાફલો બોલાવી લીધો હતો. પોલીસે કર્મચારીઓના હિતમાં પગલાં ભરવાને બદલે ધરણાં ઉપર બેઠેલા કર્મચારીઓ પૈકી 9 કર્મચારીઓની ધરપકડ કરી પોલીસ મથકમાં લઇ ગયા હતા. કર્મચારીઓની ધરપકડ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને પરત લેવામાં આવે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Download Our B K News Today App



Related News