બનાસકાંઠામાં 1 દિવસમાં કોરોનાથી 4 મોત, 28 કેસ, જિલ્લામાં કોરોનાનો કુલ આંક 874 પહોંચ્યો મૃત્યુઆંક 50 થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:21:09
  • Views : 1366
  • Modified Date : 2020-07-31 11:21:09

  બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે. સતત બજારોમાં વધી રહેલા લોકોના સંક્રમણના કારણે સંકર્મીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ગુરૂવારે પહેલી વખત એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે.ઉપરાતં વધુ 28 પોઝિટિવ દર્દીઓના રોપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનોં કુલ આંકડો 874એ પહોંચી ગયો છે.જેમાં ડીસામાં 11 કેસ, વાવમાં 6, પાલનપુરમાં 5, ધાનેરામાં 3, ભાભરમાં 1 અને દિયોદરમાં 2 મળી 29 કેસ પોઝિટિવ આવ્યા છે.ગુરૂવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 દર્દીઓ જ્યારે ડીસાની કોવિડ હોસ્પિટલમાં પણ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં કુલ 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંક 50 પર પહોંચ્યો છે. જેમાં ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાનો વધુ શિકાર થઈ રહ્યા છે. સરકારે ઉંમર લાયક લોકોને હોમ કોરોન્ટાઇન જ રહેવાની સૂચના આપી હોવા છતાં પણ આવા લોકો બજારમાં યા અન્ય કોઇ રીતે કોરોના વાયરસના સંપર્કમાં આવતા જ તેઓ પણ તેનો શિકાર થાય છે અને અન્ય બીમારીઓ હોવાના કારણે તેઓનું મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.ડીસા માં આવેલી એચડીએફસી બેન્કના એક કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે, ડીસાની એચડીએફસી બેંકમાં રોજના લોકો નાણાકીય લેવડદેવડ માટે અવરજવર કરતાં હોય છે.જેમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આવતા હોય છે તેવામાં બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ બેંકનું કામકાજ હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે બે દિવસ સુધી બેંકમાં તમામ પ્રકારનું કામકાજ બંધ કરી દેતા કન્ટેન્ટમેન્ટ જાહેર કરાઈ છે. બે દિવસ બાદ બેંકનું કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે,ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના કેસ 109 નોંધાયા છે. જેમાં બનાસકાંઠામાં 4 મોત,28 કેસ, મહેસાણામાં 3 મોત, 35 કેસ,પાટણમાં 29, સાબરકાંઠામાં 15 કેસ અને અરવલ્લીમાં 2 કેસ નોંધાયા હતા.મહેસાણા જિલ્લામા મહેસાણાના પાંચોટ,નાગલપુર અને ખેરાલુના મહિયલના કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છેે. ગુરૂવારે સૌથી વધુ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.જેમા મહેસાણામાં 17, ઉંઝા-3, વડનગર-2, વિસનગર-4, કડી-5, વિજાપુર-3 અને બેચરાજીમાં 1 પોઝિટિવ કેસ આવતાં જિલ્લાનો આંક 914 પહોંચ્યો છે. પાટણ જિલ્લામાં ગુરુવારે 28 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં પાટણ શહેર તાલુકાના 14 કેસ,સિદ્ધપુરમાં વધુ 6, હારિજમાં 5,વારાહી માં 2 અને રાધનપુર શંખેશ્વર માં એક એક કેસ મળ્યા છે. આ સાથે જિલ્લામા પોઝિટિવ કેસની સંખ્યા 789 પહોંચી છે.સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં 8, હિંમતનગરમાં 5, તલોદ અને પ્રાંતિજમાં 1-1 આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 1 અને જમાલપુરના દરબારગઢમાં 1-1 કેસ નોંધાયો હતો.

3 વૃદ્ધ,1 યુવાનનું કોરોનાથી મોત

અશોક ચોકસી ( 35 વર્ષ ) રમેશભાઈ ( 60 વર્ષ ), બેચરભાઈ લટીયા (76 વર્ષ ), જયંતીભાઈ હેરુવાલા ( 65 વર્ષ )

જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની વિગત

પાલનપુર તાલુકો (5 કેસ)

  • પાલનપુર(ઉં.વ 62,પુરૂષ)
  • પાલનપુર(ઉં.વ.70,મહિલા)
  • પાલનપુર(ઉં.વ 70,મહિલા)
  • મોટીબજાર,તા.પાલનપુર(ઉં.વ 60,પુરૂષ)
  • ચંડીસર,તા.પાલનપુર(ઉં.વ 55,મહિલા)
  • ચંડીસર,તા.પાલનપુર(ઉં.વ 55,મહિલા)

ડીસા તાલુકો (11 કેસ)

  • ડીસા(ઉં.વ 62,મહિલા)
  • ડીસા(ઉં.વ 73,મહિલા)
  • કીશોરપાર્ક,ડીસા(ઉં.વ 20,પુરૂષ)
  • કીશોરપાર્ક,ડીસા(ઉં.વ 45,મહિલા)
  • ચંદ્રલોકભાગ-2,ડીસા(ઉં.વ 30,મહિલા)
  • રાજપુર ખારાકુવા,ડીસા(ઉં.વ 27,મહિલા)
  • નવરંગ પાર્ક,ડીસા(ઉં.વ 20,પુરૂષ)
  • વેલાવાપુરા,ડીસા(ઉં.વ 42,પુરૂષ)
  • અમી સોસાયટી (ઉં.વ 48,પુરૂષ)
  • ઇશ્લામપુરા,જુનાડીસા(ઉં.વ 56,પુરૂષ)
  • જુના ડીસા,તા.ડીસા(ઉં.વ 40,પુરૂષ)

વાવ તાલુકો (6 કેસ)

  • કેશરકૃપા સોસાયટી,વાવ(ઉં.વ 23,મહિલા)
  • ધરાધરા,તા.વાવ(ઉં.વ 28,પુરૂષ)
  • ખીમાણાવાસ,તા.વાવ(ઉં.વ 37,મહિલા)
  • ખીમાણાવાસ,તા.વાવ(ઉં.વ 14,સગીરા)
  • બુકના,તા.વાવ(ઉં.વ 16,સગીર)
  • મોરીખા,તા.વાવ(ઉં.વ 70,મહિલા)
  • ધાનેરા (3 કેસ)
  • ધાનેરા(ઉં.વ 32,પુરૂષ)
  • ધાનેરા(ઉં.વ 27,મહિલા)
  • ધાનેરા(ઉં.વ 42,મહિલા)

દિયોદર (2 કેસ)

  • કોટડા,તા.દિયોદર(ઉં.વ 52,મહિલા)
  • ચીભડા,તા.દિયોદર(ઉં.વ 32,પુરૂષ)

ભાભર (1 કેસ)

  • અંબેશ્વર સોસાયટી,ભાભર(ઉં.48,મહિલા)
  • રાજસ્થાન સાંચોર(ઉં.વ 60,મહિલા)

Download Our B K News Today App



Related News