થરામાં વિશ્વહિંદુ પરિષદ દ્વારા કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ અને ૩૫ એ હટાવવાની ખુશાલીમાં રેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 11:37:30
  • Views : 398
  • Modified Date : 2019-08-06 11:37:30

કાંકરેજ તાલુકાના
વહેપારી મથક થરામાં કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ અને ૩૫ એ હટાવવાની ઘટના અનુસંધાને ગઈ કાલે વિશ્વહિંદુ પરિષદ દ્વારા જૂના ગામતળમાં બિરાજમાંન બહુચર માતાજી મંદિરથી ટોટણા રોડ સુધી ઢોલ નગારા સાથે  રેલી યોજી હતી.
ભારતમાંથી અંગ્રેજો ગયા
પછીની સૌથી મોટી ઐતિહાસિક ઘટના છે. સમગ્ર ભારતવર્ષના તમામ નાગરિકોએ પોતાના ઘરે રાત્રે રોશની પ્રગટાવી ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી મીઠાઈ વેચી આ જે ભારત માતાના મસ્તક ઉપર જે કલંક હતું તે આ સરકારે મીટાવી દીધું છે.એની ખુશીમાં જબરજસ્ત ઉત્સવ મનાવવામાં આવેલ. આ પ્રસંગે સાહિત્યકાર દિપકભાઈ એન.જોષી એ જણાવેલ કે ગવૅ લેવાનુ મન થાય છે,યુવાનો ખાસ સંદેશો કે આપણે વેલેન્ટાઇન ડે ઉજવવાની કોઈજ જરૂર નથી, જય ભારત.માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી  અમિતભાઈ શાહને લાખ લાખ વંદન.

Download Our B K News Today App



Related News