350 જાપાનીઓએ જૈન ધર્મ અંગીકાર કરી ગુરૂપૂર્ણિમા ઉજવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 11:31:54
  • Views : 469
  • Modified Date : 2020-07-07 11:31:54

થરાદના પેપરાળ ગામે જન્મ લેનાર જૈન ધર્મના   પૂન્ય સમ્રાટ જયંતસેન સુરીજી મ.સા.ના વિચારોને ધ્યાનમાં લેતા જાપાનીઓએ જૈન ધર્મ અંગિકાર કરાવી 350 જેટલા મહિલા પુરુષ ભક્તોએ રવિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. જાપાનીઓ ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા જોવામાં આવતી ભારતીય સંસ્કૃતિ મુજબના અલગ અલગ હિન્દૂ  ધર્મ પ્રમાણે યોજાતા કાર્યક્રમો નિહાળીને ભારતીયોના ધર્મ પ્રચારક ગ્રંથોમાં જોડાવવાનું નક્કી કરી મનુષ્ય જીવન કેવા પ્રકારે  જીવવું જોઈએ તેવા હેતુ સાથે જૈન ધર્મ અપનાવી માંસાહારી જેવો ખોરાક ત્યાગ કરી શુધ્ધ શાકાહારી આહાર લેવો જોઈએ જેથી મનની વૃધ્ધિ વિચારમાં બદલાવ આવે છે. એકાગ્રતા કરી પૂન્ય સમ્રાટ જયંતસેન સુરીજી મ.સા.નો ફોટો છબિ રાખી વાસક્ષેપ પૂજા.પુષ્પ પૂજા. આરતી તેમજ જાપ કર્યા હતા.જાપાનના નાગોના કેનમાં  રહેતાં તુલસીબેને 350 જેટલા જાપાની મહિલા પુરુષોને જૈન ધર્મ અંગિકાર કરાવી દર મહિને પૂન્ય સમ્રાટ જયંતસેન સુરીજી મ.સા.ની માસિક પુણ્ય તિથિની ઉજવણી કરવામાં આવે છે. દર મહિને ચોવીહાર ઉપવાસ કરી  જૈન ધર્મ અંગિકાર કરનાર ભક્તો દ્વારા ગુરુગણ 21 મંત્રજાપ કરવામાં આવે છે તેવું થરાદના જૈન શૈલેષભાઇ દેસાઈએ જણાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઈ વિદેશીઓ જૈન ધર્મ તરફ પ્રેરાયા છે. જેમાં ગુરૂજીની તસવીરનાં દર્શન કરી જાપાનમાં રહી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

Download Our B K News Today App



Related News