31stની આ વર્ષે અમદાવાદમાં ઉજવણી નહીં કરી શકાય, કર્ફ્યુ ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 14:29:32
  • Views : 364
  • Modified Date : 2020-12-14 14:29:32

    અમદાવાદ શહેરમાં હાલ કર્ફ્યુના કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ કર્ફ્યુ અમલમાં રહેશે. જેને પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યુનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યુ ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને સંક્રમણથી બચાવી શકાય તે માટે પણ કાર્યવાહી કરવા પોલીસ સજ્જ બની છે.અમદાવાદ શહેર પોલીસના કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવે છે ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યુના નિયમને તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે.પરંતુ આ વખતે કર્ફ્યુના કારણે કોઈ ઊજવણી કરી શકાશે નહીં .જો કોઈ કર્ફ્યુ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે ખાસ ટીમો ખાનગી ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે જેથી તરત પોલીસ કાર્યવાહી કરી શકે.

    રાજ્યમાં કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો હતો. પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે.ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એ પહેલાં અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલારૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો હતો.



Download Our B K News Today App



Related News