‘બાયડના ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ, 30મીએ ફોર્મ ભરશે’, પોસ્ટ વાયરલ થયા બાદ ભૂકંપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 17:38:52
  • Views : 610
  • Modified Date : 2019-09-26 17:38:52

ગુજરાત વિધાનસભામાં 6 પેટાચૂંટણીઓની બેઠકોને લઇને કોંગ્રેસ અને ભાજપ હાલ એક્શન મોડમાં છે. આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પેરાશૂટિયા નેતા ધવલસિંહ ઝાલાને લઇને થોડી રાજનીતિ ગરમાઇ હતી.આજે સવારે સોશિયલ મીડિયામાં ધવલસિંહને લઇને એક પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં ભાજપ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વિના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં બાયડ સીટ પરથી ધવલસિંહ ઝાલા 30મીએ ફોર્મ ભરશે. આ પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાઇ ગઇ હતી. અરવલ્લી ભાજપના નેતા ધવલસિંહ ઝાલાની વાયરલ થયેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ’, આ સિવાય ધવલસિંહ ઝાલા 30મીએ ફોર્મ ભરવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.પરંતુ ધવલસિંહ ઝાલાનો મુદ્દો ટૉપ ધ ટાઉન બને તે પહેલા જ ધવલસિંહ ઝાલાએ વાયરલ પોસ્ટ અંગે રદિયો આપ્યો હતો. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતી જાહેરાત ન્યુઝ પેપરમાં આપી હતી. જેના કારણે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોને કોંગ્રેસ ચૂટવાના સંકેત દેખાઇ રહ્યા હતા.


Download Our B K News Today App



Related News