નાણાવટી વિસ્તારમાં 30 ફૂટ ઊંડા બોર જેવા કુવામાં પડેલા 8 વર્ષના બાળકને રેસ્ક્યુ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 16:15:16
  • Views : 477
  • Modified Date : 2020-02-22 16:15:16

ભાગા તળાવ નાણાવટી ખાતે આવેલી અનુપમ એપાર્ટમેન્ટ સોસાયટી નજીક પરિસરમાં ઘર નજીક રમતું બાળક ખાડામાં ખાબક્યું હતું. 8 વર્ષનું બાળક બોર જેવા દેખાતા કુવામાં પડી ગયાની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બાળકને રેસ્ક્યુ કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું.નાણાવટ વિસ્તારમાં આવેલા મીરા એપાર્ટમેન્ટ અને અનુપમ એપાર્ટમેન્ટમાં ખુલ્લી જગ્યામાં બાળક પડ્યું હતું. ફાયર ઓફિસર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમને કોલ મળતાં જ  અમે ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. બે બાય બે જેટલો જૂનો કુવો હતો. 30 ફૂટે બાળક હતું. અમારા પહોંચતા અગાઉ જ સ્થાનિકોએ નજીકમાં કામ કરતાં એક મજૂરને કુવામાં ઉતારી દીધો હતો.જેથી અમે પુરતી તૈયારીઓ રાખી અને હિંમત આપી હતી. સાથે જ રસો નાખ્યો અને એક ફાયરના જવાનને સ્ટેન્ડ બાય રાખ્યો હતો. જો કે, પેલો શ્રમિક બાળકને ઉપર લઈને આવ્યો હતો. જેથી બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. બાળકની તબિયત એકદમ તંદુરસ્ત છે

Download Our B K News Today App



Related News