માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં ડિસાના 3 વેપારી, 1 તબીબને દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 12:43:57
  • Views : 621
  • Modified Date : 2020-07-07 12:43:57

 ડીસામાં કોરોના પોઝિટિવના કેસ વધતા પાલિકા દ્વારા શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 3 વેપારી અને 1 તબિબને ત્યાં તપાસ હાથ ધરતા સોસિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનનો ભંગ થતાં રૂ.14,800નો દંડ વસુલાયો હતો. ડીસામાં કોરોનાને કારણે સંક્રમણ વધી જતાં નગરપાલિકા દ્વારા વેપારીઓ સાથે બેઠક કરી દુકાનોનો સમય ઘટાડવા વિનંતી કરી હતી પરંતુ વેપારીઓએ સોસિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાની ખાત્રી આપી હતી. જેથી સોમવારે ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવી સ્ટાફ સાથે ડીસા શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જે દરમ્યાન ઝમકુડી સાડી શો-રૂમ, ભારત મોલ અને ભગવતી રેડીમેડ શો-રૂમમાં સોસિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડ લાઇનનો ભંગ થતાં રૂ.14,800 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડીસાના ડો.તપન ગાંધીની હોસ્પિટલમાં પણ 50થી વધુ લોકો માસ્ક વગર એકત્ર થયેલા નજરે પડતાં નોટીસ આપવામાં આવી હતી. જેથી સોસિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનનો ભંગ કરનાર અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અંગે પાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, ડીસામાં સોસિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇન નો ભંગ કરતાં ત્રણ વેપારીઓ અને એક તબિબ નજરે પડયા હતાં. આથી રૂ.14,800 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 

Download Our B K News Today App



Related News