પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલ લોેનના ૩ ટકા રકમ એનપીએ બની ગઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 15:19:20
  • Views : 453
  • Modified Date : 2019-12-04 15:19:20

પ્રાૃધાન મંત્રી મુદ્રા યોજના(પીએમએમવાય) હેઠળ મંજૂર કરવામાં આવેલ ૬.૦૪ લાખ કરોડ રૃપિયાની લોન પૈકી ૩ ટકા લોન એનપીએ બની ગઇ છે તેમ સરકારે આજે જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદીએ ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પીએમએમવાયની શરૃ કરી હતી. આ યોજના હેઠળ નોન-કોર્પોરેટ, બિન ખેતી સ્મોલ/ માઇક્રો એન્ટરપ્રાઇઝને દસ લાખ રૃપિયા સુાૃધીની લોન આપવામાં આવે છે. 

રાજ્યસભામાં પીએમએમવાય અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રાૃધાન અનુરાગ ઠાકુરે પણ જણાવ્યું હતું કે પીએમએમવાયના અમલીકરણ સંબાૃધમાં અનેક ફરિયાદો મળી છે. જેમાં લોન અરજીઓ ધ્યાનમાં ન લેવી, લોન મંજૂર કરવામાં વિલંબ જેવી ફરિયાદોનો સમાવેશ ાૃથાય છે. 

પ્રાૃધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિડયુલ્ડ કોમર્શિયલ બેંક(એસસીબી), રિજિયોલ રૃરલ બેંક(આરઆરબી)એ આપેલી માહિતી મુજબ માર્ચ, ૨૦૧૯ના અંત સુાૃધીમાં પીએમએમવાય હેઠળ આપવામાં આાવેલી કુલ ૬.૦૪ લાખ કરોડ રૃપિયાની લોન પૈકી ૧૭,૨૫૧.૫૨ કરોડ રૃપિયા એનપીએ બની ગયા છે. જે કુલ લોનના ૨.૮૬ ટકા ાૃથાય છે. 

પીએમએમવાય હેઠળ આપવામાં આવતી લોન મુદ્રા તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ ત્રણ કેટેગરી શિશુ, કિશોર અને તરુણ હેઠળ લોન આપવામાં આવે છે. 

અન્ય એક પ્રશ્રના જવાબમાં પ્રાૃધાને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેકોની શાખાઓ નોંાૃધપાત્ર વાૃધારો ાૃથયો છે. માર્ચ, ૨૦૧૪ના અંતે સરકારી બેંકોની શાખાઓની સંખ્યા ૭૮,૯૩૯ હતી જે વાૃધીને માર્ચ, ૨૦૧૯ના અંતે ૮૭,૫૮૦ ાૃથઇ ગઇ છે. 

પ્રાૃધાને વધુમાં જણાવ્યું હતું કે સરકારી બેકોએ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૭,૬૫૮ કરોડ રૃપિયા, ૨૦૧૫-૧૬માં ૫૬,૮૪૭ કરોડ રૃપિયા, ૨૦૧૬-૧૭માં  ૭૯,૦૪૮કરોડ રૃપિયા, ૨૦૧૭-૧૮માં  ૧,૨૪,૨૭૫ કરોડ રૃપિયા અને ૨૦૧૮-૧૯માં ૧,૮૬,૬૩૨ કરોડ રૃપિયા માંડી વાળ્યા હતાં. જે પૈકી કૃષિ લોનનો અનુક્રમે ૨૮૩૩ કરોડ રૃપિયા, ૬૩૬૧ કરોડ રૃપિયા, ૭૦૯૧ કરોડ રૃપિયા, ૧૦,૩૪૫ કરોડ રૃપિયા અને ૧૨,૫૫૬ કરોડ રૃપિયાનો સમાવેશ ાૃથાય છે. 

Download Our B K News Today App



Related News