બનાસકાંઠા જિલ્લામાં 3 PSI કોરોના સંક્રમિત, વધુ 53 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:46:18
  • Views : 851
  • Modified Date : 2020-11-28 11:46:18

    બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોનાના 1628 સેમ્પલમાંથી 53 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પાલનપુરના 17, ડીસાના 11 તેમજ ધાનેરાના 10 કેસો નોંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 53 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં 17, દાંતા 5, ડીસા 11, લાખણી 1, ધાનેરા 10, કાંકરેજ 1, થરાદ 2, વાવ 1, ભાભર 4 અને વડગામમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જીલ્લામાં એન્ટીજન સેમ્પલ 1387 જ્યારે કુલ 1628 લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 53 કોરોના પોઝિટિવ આવ્યા હતા. પાલનપુર સ્થિત કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે કોરોના પોઝિટિવ એક દર્દીનું મોત નિપજ્યું હતુ. આ અંગે સિવિલ સર્જન ડો.ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, શુક્રવાર સુધીમાં કોવિડ હોસ્પિટલમાં કુલ 61 દર્દીઓ દાખલ છે. જે પૈકી 35 પોઝિટિવ છે. જ્યારે 26 દર્દીઓનો રિપોર્ટ આવવાનો બાકી છે. શુક્રવારે આઠ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

    બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પોલીસ સબ ઇન્સપેકટર કોરોનામાં સપડાયા હતા. સુત્રોએ જણાવ્યું હતુ કે, એલઆઇબીના પીએસઆઇ ટી. જે. દેસાઇ, જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી. આર. પારગી અને શિહોરી પોલીસ મથકના પીએસઆઇ એસ. વી. આહિરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે નગરપાલિકા, મામલતદાર અને પૂર્વ પોલીસ મથકની ટીમ દ્વારા શુક્રવારે ડ્રાઇવ યોજી હતી. શહેરના દિલ્હીગેટથી જાગૃતિ રથ સાથે નીકળેલા અધિકારીઓએ સિમલાગેટ, સંજય ચોક, સિટીલાઇટ રોડ સહિતના વિસ્તારોમાં વાસણ, કાપડ, ચા- નાસ્તો, સ્ત્રી શ્રૃંગાર સહિતની દુકાનોમાં ગયા હતા. જ્યાં માસ્ક વિનાના લોકો, વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

    કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવા ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર દ્વારા જન-જાગૃતી વધારવા માટે પી.પી.ઈ. કીટ, ફેસ શિલ્ડ અને માસ્કન સાથે પાલનપુર શહેરના જોરાવર પેલેસથી નિકળી ગુરુનાનક ચોક, સિટીલાઈટ રોડ, દિલ્હીગેટ, સિવીલ હોસ્પિટલ, કિર્તીસ્તંભ વિસ્તારમાંથી ફરી હતી અને ગુરુનાનક ચોક ખાતે રેલીનું સમાપન કર્યું હતું. રેલીમાં સંસદ સભ્ય પરબત પટેલ, ડીડીઓ અજય દહીંયાં , ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, ડૉ. એચ. જી. ભાવસાર,ડૉ એન. કે. ગર્ગ, સહિત લોકો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News