શિકારની શોધમાં આવેલા 3 સિંહોએ ઉનાના સનખડામાં ગાયો પાછળ દોડ મૂકી, CCTVમાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 12:27:59
  • Views : 438
  • Modified Date : 2020-09-23 12:27:59

         શિકારની શોધમાં 3 સિંહો ગત રાત્રે ગીર સોમનાથ જિલ્લાનાં ઉનાના સનખડા ગામે ચડી આવ્યાં હતા. 3 સિંહોએ સનખડા હાઈસ્કૂલ પાસે બેઠેલી ગાયો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી અફરાતફરી મચી ગઈ હતી. 3 સિંહોએ ગામમાં દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. સિંહોએ ગાયો પાછળ દોડ મૂકતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહત્વનું છે કે ઘણી વખત સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચડી આવતા હોય છેથોડા દિવસ પહેલા ગીર ગઢડાના સોનપરામાં સિંહ શિકારની શોધમાં ગામમાં ચડી આવ્યો હતો. શિકારની શોધમાં આવેલા વનરાજાએ એક ગાયનું મારણ કરી મીજબાની માણી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.મહત્વનું છે કે સિંહોને જંગલમાં પૂરતો ખોરાક ન મળતો હોવાથી ખોરાકની શોધમાં જંગલના બોર્ડર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવતા હોય છે. ત્યારે આજે ઉનાનાં સનખડા ગામાં સિંહો આવી ચડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News