વડગામમાં 3 ઇંચ, દિયોદર,પાલનપુરમાં 2 ઇંચ વરસાદ, વરસાદને લઇ ખેડૂતોમાં ખુશી, વાવ તાલુકો કોરોધાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 14:36:42
  • Views : 895
  • Modified Date : 2020-08-10 14:36:42

   જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસું જામ્યું છે. જેને લઇ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 24 કલાક દરમિયાન જિલ્લામાં અમીરગઢમાં 27, કાંકરેજમાં 31, ડીસામાં 39, દાંતામાં 57, દાંતીવાડામાં 30, દિયોદર 48, પાલનપુરમાં 44, ભાભરમાં 29, સુઈગામમાં 33 અને વડગામમાં 69 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો છે. જ્યારે વાવ તાલુકો કોરોધાકોર છે.પાલનપુર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 44 મીમી જેટલો વરસાદ પડયો હતો. જેને લઇને શહેરની કેટલીક સોસાયટી તેમજ હાઇવે વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલનપુર-આબુ રોડ હાઇવે ઉપર મલાણા પાટીયા નજીક પાણી ભરાઇ જતા થોડા કલાકો માટે રસ્તાને એકમાર્ગી કરવો પડ્યો હતો. જ્યારે પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં પણ માત્ર પોણા બે ઇંચ વરસાદમા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઇ નાના વાહન ચાલકોએ શક્તિનગર બાજુ ડાઇવર્ટ કરાયા હતા.દાંતામાં પણ સવા બે ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પહાડી વિસ્તાર વરસાદને લઇ નયનરમ્ય બન્યો હતો. વાહનચાલકોને ત્રિશૂળીયા ઘાટ ઉતરતાં હાલાકી ભોગવવી પડી હતી.વડગામ તાલુકામાં ચોમાસું અડધા ઉપર વિતવા છતાં વરસાદ ખેંચાતાં તાલુકાભરમાં ખેડૂતો અને પશુપાલકોની હાલત દયનીય બની રહી છે. પરંતુ રવિવારના સવારે મેઘાએ મહેર કરીને ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. 24 કલાકમાં 69 મીમી વરસાદ ખાબક્યો હતો.વડગામ સહીત તાલુકાભરના ગામડાઓમાં પાણી ભરાયાં હતાં.દિયોદર પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજાની મહેર યથાવત રહેતા રવિવારે સવારે 11-00 વાગે પ્રારંભ થયેલો વરસાદ મોડી સાંજ સુધી હળવા ભારે ઝાપટાંથી 48 મીમી વરસાદ વરસ્યો હતો. તાલુકાના કોટડા, જાડા, ખાણોદર, પાલડી, ચીભડા, કોતરવાડા, વાતમ, મોજરું, ડુચકવાડા, રૈયા, ધનકવાડા, લુદ્રા, ભેસાણા, રાંટીલા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે દિયોદર પ્રગતિનગર, માધવ પાર્ક, અયોધ્યાનગર, શ્રીનાથજી સીટી, કર્મચારી નગર, જીઆઇડીસી, જુના માર્કેટયાર્ડ વગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ભાભર પંથકમાં રવિવારે 29 મીમી વરસાદ પડતાં ખેતી પાકોને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતી.કાંકરેજના શિહોરી, થરાના સહિત સમગ્ર તાલુકામાં ધીમીધારે અવિરત વરસાદ ચાલુ રહેતા 31 મીમી વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી. ડીસામાં 39, સુઇગામમાં 33 અને દાંતીવાડામાં 30 મીમી વરસાદ પાટણ જિલ્લામાં સરસ્વતી, સિદ્ધપુર તાલુકામાં અઢી, રાધનપુર, પાટણમાં સવા બે, હારિજમાં સવા એક ઇંચ વરસાદ પડ્યો હતોવરસ્યો હતો.આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ સુકાતી મોઇાતનેમહેસાણા જિલ્લામાં શનિવારે સાંજે 6થી રવિવારે સાંજે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં જોટાણા, બહુચરાજી, ઊંઝા, કડી અને વિજાપુરમાં એકથી દોઢ ઇંચ તેમજ મહેસાણા, ખેરાલુ, સતલાસણામાં અડધો ઇંચ, વિસનગર,વડનગરમાં હળવો વરસાદ થયો છે. જીવતદાન તલોદમાં બે ઇંચ વિજયનગરમાં પોણા બે ઇંચ,પ્રાંતિજમાં સવા, ખેડબ્રહ્મામાં 1 ઇંચ, હિંમતનગર તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરામાં દોઢ , માલપુરમાં સવા ,અને બાયડમાં પોણો તેમજ મોડાસામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. મળ્યું છે.

Download Our B K News Today App



Related News