હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર ભંગારના 3 ગોડાઉનમાં ભીષણ આગ, હાલોલ, કાલોલ અને 8 કંપનીઓના ફાયર ફાઇટર ઘટના સ્થળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:47:53
  • Views : 365
  • Modified Date : 2020-03-13 13:47:53

હાલોલ પાવાગઢ હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર ભંગારના 3 ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો સ્ક્રેપ હોવાથી આગે રૌદ્ર સવરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ છે. ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગ વિકરાળ હોવાથી હાલોલ, કાલોલ અને 8 કંપનીઓના ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા છે. પોલીસ અને મામલતદાર પ્રાંત ઘટના સ્થળે દોડી ગયા છે.

Download Our B K News Today App



Related News