જિલ્લાના સ્થાનિક હુનરને ઉજાગર કરી પ્રવાસનને વેગ આપવા રૂ.૦૩ કરોડના ખર્ચે પાટણ હાટ તૈયાર કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:48:55
  • Views : 378
  • Modified Date : 2020-03-01 16:48:55

જિલ્લાના સ્થાનિક હુનરને ઉજાગર કરી પ્રવાસનને વેગ આપવા રૂ.૦૩ કરોડના ખર્ચે પાટણ હાટ તૈયાર કરાશે

વિશ્વ વિરાસત રાણીની વાવ પાટણના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી છે ત્યારે જગવિખ્યાત પાટણના પટોળા, મશરૂ અને માટીના રમકડાની બનાવટ જેવી હસ્તકળાઓના હુનરને ઉજાગર કરી પ્રવાસનને વેગ આપવા ‘પાટણ હાટ’ નિર્માણ પામશે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં રૂ.૦૩ કરોડના ખર્ચે પાટણ હાટ તૈયાર કરવા નિર્ણય લેવામાં આવ્યો.જિલ્લાના વિકાસ માટે સતત કાર્યરત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ આજે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહી છે ત્યારે પાટણની વિશિષ્ટ ઓળખ એવા પાટણના પટોળાની સાથે સાથે મશરૂ અને માટીના રમકડા બનાવવાના હુનરને ઉજાગર કરવા પાટણ હાટ તૈયાર કરવાનું આયોજન છે. જિલ્લાના લોકોના આ હુનરને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવાનો તથા વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરી પ્રવાસનને વેગ આપવા વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે.સાથે સાથે પુરાણ પ્રસિદ્ધ



Download Our B K News Today App



Related News