ડીસા,પાલનપુરમાંથી ત્રણ બાઇકની ચોરી થતાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:23:23
  • Views : 655
  • Modified Date : 2020-07-14 11:23:23

 ડીસા અને પાલનપુરથી ત્રણ બાઈક ચોરાતાં રવિવારે પાલનપુર, ડીસા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદ નોંધાઇ હતી. જુનાડીસાના બિસમિલ્લાહ સોસાયટીમાં રહેતા મહંમદ જુનેદખાન ઘોરીનું મોટર સાઇકલ નંબર જીજે-08-એક્યુ-3080નું 7 જુલાઇએ પેટ્રોલ પંપ નજીકથી ચોરી થતા ફરિયાદ નોંધાવી હતી.જ્યારે મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા તિરૂપતિ શુકન બંગ્લોઝમાં રહેતા તુષારભાઇ શૈલેષભાઇ પટેલનું મોટર સાઇકલ નંબર જીજે-02-બીજી-5630ની સાડાત્રણ વર્ષ અગાઉ  ડીસાથી મહેસાણાનો વિપુલ જયંતીલાલ નાયક ચોરી કરી ગયા મામલે સાડા ત્રણ વર્ષ બાદ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે પાલનપુરમાં રહેતા શિક્ષક દિનેશભાઇ ડાહ્યાભાઇ વણકરનું બાઇક નં.જીજે-09-એએસ-7308ની 9 જૂને જીલ્લા પંચાયત સામે આવેલા ગીતાંજલી કોમ્પ્લેક્ષ નજીકથી ઉઠાંતરી થઇ જતા રવિવારે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News