ડીસા અને ભાભરમાંથી 27 હજારના મુદ્દામાલ સાથે 9 જુગારિયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 11:04:14
  • Views : 534
  • Modified Date : 2020-07-10 11:04:14

ડીસાના પાટણ હાઈવે નજીક જાહેરમાં ખુલ્લી જગ્યાએ વરલી મટકાનો જુગાર રમતા અમરતભાઈ ઇશ્વરભાઇ પરમાર અને મુકેશજી ઠાકોરને ડીસા પોલીસે રૂ.6565 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ડીસાના મહાજન નજીક જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમતા મુનીરખાન રહેમતખાન સિંધી, નવીનકુમાર હીરાલાલ પરમાર, બદાજી પરથીજી સોલંકી અને વાલાજી વરસંગજી ઠાકોરને ડીસા પોલીસે રૂ. 17,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ભાભરના અંબિકા નગર વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા દીપકભાઈ વિનોદભાઈ મોચી, હેમરાજભાઈ દેવાજી પ્રજાપતિ, ટીનુભા રાજુભા ઝાલાને ભાભર પોલીસે રૂ.4255 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News