ગુજરાતમાં લોકમસભાનીમ તમામ ૨૬ બેઠક પર મતદાન પૂર્ણ થયું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-24 05:26:48
- Views : 465
- Modified Date : 2019-04-24 05:26:48
ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટા ચૂંટણીમાં આજે ઉનાળાની ગરમીના પ્રકોપ, થોડી નિરૂત્સાહતા અને છેલ્લા બે કલાકમાં ભારે ધસારા બાદ એકંદેર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આજે સરેરાશ ૬૨.૪૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ ખાતે ૭૪.૦૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જયારે સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૫૩.૭૫ ટકા જેટલું નોંધાયું હતું. આ સાથે જ લોકસભાની ૨૬ બેઠકોના ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની ચાર બેઠકોના ૪૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. સમગ્ર મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સ્વાભાવિક ઉત્તેજના અને ઉત્સાહ છવાયેલો જાવા મળ્યો હતો. રાજ્યનાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટવાયાં હોવાની ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન સાથે લોકશાહીના મહાપર્વની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. આજે રાજયમાં શહેરી વિસ્તારની સરખામણીએ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એકંદરે વધુ અને ઉત્સાહભર્યુ મતદાન જાવા મળ્યું હતું. જેને લઇ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ એક તબક્કે આશ્ચર્યમાં મૂકાયા હતા. ગરમીના પ્રકોપના કારણે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડયા બાદ સાંજે ચાર વાગ્યા પછી ફરી એકવાર મતદાનમાં ભારે ધસારો જાવા મળ્યો હતો અને છેલ્લા બે કલાકમાં ઉંચુ મતદાન નોંધાયું હતું. સાંજે છ વાગ્યા સુધી રાજયભરમાં સરેરાશ ૬૩ ટકાથી વધુ મતદાન નોધાયું હતું. હવે તા.૨૩મીમે એ પરિણામો આવશે. આજના મતદાનની પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમ્યાન ઇવીએમ ખોટકાવા સહિતની જુદા જુદા પ્રકારની ૪૩ જેટલી ફરિયાદો નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ ફરિયાદો અમદાવાદ જિલ્લામાંથી ૧૧ આવી છે. કોંગ્રેસ વડાપ્રધાન મોદીના આજના રોડ શોને લઇ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. આજે વહેલી સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાન મોદીએ આજે સવારે રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરીને મહાન લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર થયા હોવાનું જણાવ્યું હતું. તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનાં પત્ની અંજલી રૂપાણી સાથે રાજકોટના રૈય્યારોડ પરના મતદાન મથકે મતદાન કર્યું હતું. સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર અને સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. કોંગ્રેસના મનહર પટેલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનોએ મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રમાં તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તો, ડાંગના દાવદહાડ અને ધુબડીયા ગામના મતદારોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વલસાડના ધરમપુરમાં બોગસ મતદાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કે અમદાવાદ જિલ્લામાં ૩ જગ્યાએ ઈવીએમ ખોટકાયાં હતાં, જ્યારે રાજ્યના વલસાડમાં ધોબી તળાવ, મહેસાણામાં બૂથ નંબર-૯૪ અને સંસ્કાર જ્યોતિ સ્કૂલ, વાઘોડિયા તાલુકાના સનોલી, પાટણના સાંતલપુરમાં, લુનીચાના, પ્રાંતિજના સલાલ, ધોળકા, રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં ૪ ઈવીએમ અને માતૃમંદિર શાળા, બારડોલીના માણેકપોરમાં, ગીર-સોમનાથના વાવડી, સાબરકાંઠાના તલોદમાં, નવસારીના બીજલપોરમાં, વલસાડના ફલધારામાં સવારથી ઈવીએમ ખોટકાતાં મતદાનમાં વિલંબ થયો હતો. વડોદરાના સાવલી, છોટાઉદેપુરમાં ૨ ઈવીએમ, રાધનપુરના દસ ગામ, નવસારીના ચોર્યાસી વિધાનસભા, સહિત મધ્ય ગુજરાતમાં પણ ૭ જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા ભાણવડમાં ૪૨ મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મશીન બદલવાની ફરજ પડી હતી. બનાસકાંઠામાં ઈવીએમ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સાયબર ક્રાઈમ સેલને જાણ કરવામાં આવી હતી. સુરતમાં ૭૬૯ મતદારો ઈવીએમ ખોટકાવાવાના કારણે અટવાયા હતા. અમદાવાદના ખોખરામાં આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથક નંબર-૭ પર અધિકારીએ મતદાન રોકી રાખતાં મતદારોએ હોબાળો કર્યો હતો. લોકશાહીના મહાપર્વ તરીકે લેખાતી લોકસભા ચૂંટણીના આજના મતદાનના દિવસે સવારથી અમદાવાદીઓ ઉત્સાહમાં જણાયા હતા. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમ્યાન મતદારોએ મહદંશે પોતાની પ્રતિક્રિયાને જાહેરમાં વ્યક્ત કરવાનું ટાળી ભારે ઠાવકાઇ દાખવી હતી. પરંતુ મતદારોના અકળ મૌનથી રાજકીય પક્ષોમાં પણ દ્વિધાનું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તબક્કે મતદાન નિરસ થશે તેવી ચર્ચા હતી, જા કે, છેલ્લા બે કલાકમાં ભારે ધસારા સાથે ઉંચુ મતદાન નોંધાયું હતું. અમદાવાદ પૂર્વઆભાર - નિહારીકા રવિયા અને પશ્ચિમની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ક્રમશઃ એચ.એસ.પટેલ અને ડો. કિરીટ સોલંકી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ક્રમશઃ ગીતાબહેન પટેલ અને રાજુ પરમાર સહિતના ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો કરવા અમદાવાદીઓ સવારથી ઉત્સવના મૂડમાં લાગતા હતા. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાવિ નક્કી થવાનું હોઇ તેમના કોંગ્રેસના હરીફ સી.જે. ચાવડા સાથેની ટક્કર પણ લાંબા સમયથી ચર્ચાસ્પદ બની હોઇ આ બેઠક પરના મતદારો પણ સવારથી ઉત્સાહિત હતા.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



