યુજીના રિઝલ્ટ ન આવતા MBA MCA પ્રવેશ કાર્યક્રમમાં ફેરબદલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 15:23:44
  • Views : 357
  • Modified Date : 2020-10-19 15:23:44

       કેટલીક યુનિ.ના યુજીના પરિણામો બાકી હોવાથી એમબીએ-એમસીએમાં પ્રવેશ કાર્યક્રમ ફરી બદલવામા આવ્યો છે. જે મુજબ આવતીકાલે 19મીએ પ્રોવિઝનલ મેરિટ જાહેર નહી થાય.હવે 26મીએ મેરિટ જાહેર થશે.વિદ્યાર્થી પરિણામ આવ્યા બાદ હવે 23મી સુધી ડોક્યુમેન્ટ સબમિટ કરી શકશે.  કોરોનાને લીધે યુનિ.ની યુજી-પીજીની ફાઈનલ પરીક્ષાઓ મોડી થતા પરિણામોમાં વિલંબ થયો છે.ગુજરાત યુનિ.સહિતની યુનિ.ના યુજીના પરિણામ બાકી હોવાથી એમબીએ-એમસીએની પ્રવેશ કાર્યક્રમમાં પણ ફેરબદલ કરવો પડયો છે. એમબીએસના અગાઉનાકાર્યક્રમ મુજબ આવતીકાલે મેરિટ જાહેર થનાર  હતુ અને 20મીથી મોક રાઉન્ડ શરૂ થનાર હતો પરંતુ હવે 26મીએ મેરિટ જાહેર થશે અને 27મીથી મોક રાઉન્ડ શરૂ થશે. ફાઈનલ મેરિટ 2જીએ અને 3જીથી પ્રથમ રાઉન્ડ થશે.જો કે ગુજરાત યુનિ.ના પરિણામો આવતીકાલે સાંજે આવી જશે.કોમર્સ ડીનના જણાવ્યા અનુસાર સૌથી મોટી ફેકલ્ટી એવી કોમર્સમાં બી.કોમ અને એમ.કોમનું પરિણામ આવતીકાલે જાહેર કરી દેવાશે.પરીક્ષાઓ લેવાયાના એક મહિનામાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પરીક્ષાના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરી દેવાશે.

Download Our B K News Today App



Related News