બ.કાં જિલ્લામાં 24 મોબાઇલ પશુ વાન મંજૂર કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 11:46:18
  • Views : 689
  • Modified Date : 2020-08-11 11:46:18

   બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના બિમાર પશુઓને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 24 મોબાઇલ વાન (ફરતું દવાખાનું) મંજૂર કરવામાં આવી છે. સોમવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ લીલીઝંડી આપી ત્રણ વાનને પ્રસ્થાન કરાવી હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા બનાસકાંઠા જીલ્લાના પશુઓ માટે 100 પશુ મોબાઇલ વાનની માંગણી કરવામાં આવી હતી.જેથી રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કે 24 પશુ મોબાઇલ વાન મંજૂર કરવામાં આવી છે તેમજ ત્રણ વાન ડીસાને ફાળવવામાં આવી હતી. આથી સોમવારે ધારાસભ્યએ મામલતદાર કચેરી ખાતેથી લીલીઝંડી આપી ડીસા તાલુકામાં ફાળવાયેલ પશુ મોબાઇલ વાન (ફરતું દવાખાના) ને પ્રસ્થાન કરાવ્યું હતું. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ સોમવારે પશુ મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.  

Download Our B K News Today App



Related News