આગામી 24 કલાક રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 12:42:32
  • Views : 719
  • Modified Date : 2019-08-28 12:42:32

મેઘરાજા ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે, જ્યારે હજુ પણ આગામી 24 કલાકમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતના કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ છે.આ તરફ મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દુકાળગ્રસ્ત કચ્છના સમગ્ર વિસ્તારમાં વરસાદની આગાહી છે. તો આ તરફ સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ તરફ દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે.રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે અને 4થી 10 સપ્ટેબર સુધી ફરી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.



Download Our B K News Today App



Related News