છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ એક ઈંચ વરસાદ બનાસકાંઠાના વાવમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 14:00:20
  • Views : 511
  • Modified Date : 2020-07-22 14:00:20

 રાજ્યમાં વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 33 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં 18 મિમિ,વડોદરાના પાદરામાં 17 અને કચ્છના નખત્રાણામાં 14 મિમિ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે 5 થી 9 મિમિ સુધી આ તાલુકામાં વરસાદ દાહોદના ધાનપુરમાં 9 મિમિ, બનાસકાંઠાના સુઈગામ, દાહોદના દેવગઢ બારિયા અને ઝાલોદમાં 7-7 મિમિ, કચ્છના લખપત, પંચમહાલના હાલોલ અને ભરૂચના આમોદમાં 6-6 મિમિ વરસાદ, તેમજ દાહોદના લીમખેડા, ભરૂચના ઝઘડિયા અને વાગરામાં 5-5 મિમિ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 21 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલો વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
બનાસકાંઠાવાવ20
સુરતસુરત શહેર18
વડોદરાપાદરા17
કચ્છનખત્રાણા14
દાહોદધાનપુર9
બનાસકાંઠાસુઈગામ7
દાહોદદેવગઢ બારિયા7
દાહોદઝાલોદ7
કચ્છલખપત6
પંચમહાલહાલોલ6
ભરૂચઆમોદ6
પંચમહાલમોરવા હડફ5
દાહોદલીમખેડા5
ભરૂચઝઘડિયા5
ભરૂચવાગરા5

Download Our B K News Today App



Related News