PMએ એક દિવસ જનતા કરફ્યુની અપીલ કરી તો અમદાવાદીઓએ 24 કલાક પહેલાં જ દૂધનો સ્ટોક કર્યો, દૂધ ખતમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 17:10:06
  • Views : 509
  • Modified Date : 2020-03-21 17:10:06

કોરોના વાઇરસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્ંયુ પાળવા અપીલ કરી છે. રવિવારે જનતા કરફ્યુંને લઈ તમામ દૂધ- કરીયાણું, શાકભાજી સહિતની દુકાનો બંધ રહેવાની છે. જેથી લોકોએ અત્યારથી જ દૂધનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદના અમુલ પાર્લર પર બપોરે 4 વાગ્યા સુધીમાં સ્ટોક ખૂટી પડ્યો છે. મોટાભાગના અમુલ પાર્લર પર દૂધ મળી રહ્યું નથી. સેટેલાઇટ, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા જેવા તમામ વિસ્તારમાં દૂધ ખૂટી પડ્યું છે. વસ્ત્રાપુરના માનસી રોડ પર આવેલા પાર્લર પર ટેટ્રા પેક લેવા પણ લોકોની ભીડ જામી હતી. અમુલના MD આર. એસ. સોઢીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દૂધની કોઈ જ અછત નથી. પૂરતું દૂધ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં દૂધ મળી રહેશે. 

લોકોએ બે લિટરની જરૂરિયાત સામે 4 લિટર દૂધ ઉપાડ્યું
સરકારે જાહેરાત કરી છે કે કોઈપણ વસ્તુની સંગ્રહ કરવાની જરૂર નથી તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહેશે છતાં અમદાવાદમાં અમુલ પાર્લર પર દૂધનો સ્ટોક ખૂટી પડ્યો છે. લોકો દૂધની ડેરીઓમાંથી પણ દૂધ લઈ સ્ટોક કરવા લાગ્યા છે. દરરોજ બે લિટરની જગ્યાએ 4 લિટર દૂધ લઈ જતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ તો ઘરનું કરિયાણું 10 દિવસ પહેલા લેવાનું હતું, તેની જગ્યાએ અત્યારથી જ ભરી લીધું છે. સેટેલાઇટમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું હતું કે હું 10 અમુલ પાર્લર પર ફરીને આવ્યો પણ દૂધ ન મળ્યું, છેવટે દૂધની ડેરીમાંથી દૂધ લેવાની ફરજ પડી છે.

Download Our B K News Today App



Related News