અમેરિકી સૈન્ય સ્થળો પર ઇરાને ૨૨ મિસાઇલો ઝીંકી ૮૦ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 14:39:05
  • Views : 560
  • Modified Date : 2020-01-09 14:39:05


તહેરાનઇરાન અને અમેરિકા વચ્ચે Âસ્થતિ ખુબ જ વિસ્ફોટક બની ગઈ છે અને યુદ્ધ તરફ Âસ્થતિ દોરી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પોતાના સૌથી શÂક્તશાળી જનરલની હત્યાથી લાલઘૂમ થયેલા ઇરાને આજે બદલો લેવાની કાર્યવાહી કરીને સવારમાં ઇરાકમાં અમેરિકી સૈન્ય સ્થળો ઉપર ૨૨થી વધુ મિસાઇલો ઝીંકી દીધી હતી. ઇરાને દાવો કરતા કહ્યું છે કે, તેની ૧૭ મિસાઇલોએ અમેરિકાના અઇન અલ અસદ એરબેઝને ટાર્ગેટ બનાવ્યા હતા. ઇરાને દાવો કરતા કહ્યું છે કે, તેના દ્વારા ઝીંકવામાં આવેલી મિસાઇલમાં ૮૦ અમેરિકી સૈનિકો માર્યા ગયા છે. ઇરાની દાવાને અમેરિકાએ રદિયો આપ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેના કોઇ સૈનિકોના મોત થયા નથી. ઇરાની ટીવી ચેનલે કહ્યુ છે કે, મિસાઇલ હુમલામાં ૮૦ અમેરિકી જવાનો માર્યા ગયા છે. ઇરાન તરફથી કહેવામાં આવ્યું છે કે, બે મિસાઇલો હેઇતાનમાં પડી હતી તેમાં વિસ્ફોટ થયા ન હતા. ઇરાનમાં છેલ્લા કેટલાક દિવસથી જારદાર નારાજગી પ્રવર્તી રહી હતી. ત્રીજી જાન્યુઆરીના દિવસે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આદેશ પર બગદાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં ઇરાનના બીજા સૌથી શÂક્તશાળી લીડર જનરલ કાસીમ સુલેમાનીનું મોત થયું હતું. ઇરાને સવારે ઇરાકમાં અમેરિકી એરબેઝ પર આશરે ડઝન જેટલી મિસાઇલો ઝીંકી હતી. આની સાથે જ અમેરિકાના પક્ષને ભારે નુકસાન થયુ હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે હવે Âસ્થતી વધારે વિસ્ફોટક બની જવાની શક્યતા છે. આ હુમલો કરવામાં આવ્યા બાદ ઇરાને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ તો માત્ર શરૂઆત છે. ઇરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ જારિફે કહ્યુ છે કે અમારી આત્મરક્ષા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ઇરાની જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી ઇરાને અમેરિકી સેના પર હુમલો કરવા માટે સતત સંકેત આપ્યા હતા. આખરે આજે સવારે હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનના વિદેશ પ્રધાને કહ્યુ છે કે યુએન ચાર્ટરના આર્ટિકલ ૫૧ હેઠળ ઇરાને આત્મરક્ષામાં હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે અમેરિકાએ કાયરતાપૂર્વક કૃત્ય કરીને અમારા જવાનોને ટાર્ગેટ બનાવી લીધા છે. જેથી બદલો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.  વિદેશ પ્રધાને કહ્યુ છે કે અમે યુદ્ધ ઇચ્છતા નથી પરંતુ પૂર્ણ તાકાત સાથે કાર્યવાહીનો જવાબ આપીશુ. ઇરાકમાં અમેરિકી એરબેઝ પર કરવામાં આવેલા હુમલાની ખાતરી અમેરિકાએ આપી છે. મિસાઇલ હુમલાની વાત અમેરિકાએ કબુલી હતી. પેન્ટાગોનના કહેવા મુજબ તેના એરબેઝ પર ઝજન જેટલી મિસાઇલો ઝીંકવામાં આવી હતી. એરબેઝ પર અમેરિકી સેનાની સાથે સાથે અન્ય સાથી દેશોની સેનાના જવાનો છે. આ હુમલામાં અમેરિકા અથવા તો ગઠબંધનને કોઇ નુકસાન થયુ છે કે કેમ તે અંગે માહિતી મળી શકી નથી. અમેરિકાના સંરક્ષણ અધિકારીએ કહ્યુ છે કે આશરે સાઢે પાંચ વાગે અમેરિકા અને તેના ગઠબંધન સેનાના સ્થળો પર એક ઝડન મિસાઇલો ઝીંકવામાં આવી હતી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ ઉપર શુક્રવારે બગદાદ નજીક ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ ડ્રોન હુમલામાં સુલેમાની અને અન્ય લોકોના મોત થયા હતા. હુમલા બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. ઇરાને હુમલાનો બદલો લેવા માટેની સાફ વાત કરી હતી.અમેરિકાના હવાઈ હુમલામાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર કાસીમ સુલેમાનીના મોત બાદ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મેજર જનરલ કાસીમ સુલેમાનીએ ઇરાકમાં એક ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઇરાનમાં લોકોમાં જારદાર નારાજગી હતી. ઇરાનની અતિશÂક્તશાળી અને કુશળ કુર્દ ફોર્સના પ્રમુખ સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઇ રહ્યો હતો ત્યારે અમેરિકાએ એકાએક હવાઈ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મહેંદી અલ મુહાદીશનું પણ મોત થયું  હતુ. મોડેથી અમેરિકાએ જાહેરાત કરી હતી કે, સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવ્યો હતો. બગદાદ એરપોર્ટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હતો.અમેરિકા દ્વારા કરાયેલા હવાઈ હુમલાના ફોટાઓ પણ જારી કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ અમેરિકાએ ઇરાકમાં રહેલા તેના નાગરિકોને તરત જ દેશ છોડી દેવાના આદેશ જારી કર્યા છે.


Download Our B K News Today App



Related News