પાલનપુર,વડગામ, શિહોરી અને અંબાજીથી 21 જુગારી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 13:58:46
  • Views : 562
  • Modified Date : 2020-08-04 13:58:46

  પાલનપુર, વડગામ, શિહોરી અને અંબાજીથી પોલીસે કુલ 61 હજારના મુદ્દામાલ સાથે 21 જુગારીયાઓને ઝડપી પાડયા હતા જ્યારે બે જુગારીયા ફરાર થઈ ગયા હતા.પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડગામ પોલીસે ઇકબાલગઢ (સોનગઢ)ની સીમમા રેડ કરી જુગાર રમતા અભુભાઈ જેઠાભાઈ ચૌધરી, વિકકી દિનેશભાઇ શાહ,રમેશજી વીરાજી ઠાકોર, પરથીભાઇ હીરાભાઈ પટેલ,અને અશોકભાઈ લક્ષ્મણભાઈ દેવીપુજક ને 31,350, ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે વડગામ નાવીસણા ગામે વણકર વાસમાં જુગાર રમતા ગણેશભાઈ જેઠાભાઈ ડાભી, પીતામ્બરભાઈ સોમાભાઈ ડાભી, વનરાજ ભાઈ ખાનાભાઈ ડાભી, અને સોમાભાઈ નાથાભાઈ ડાભીને 4300, ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે પાલનપુર જનતાનગર વિસ્તારમાં પોલીસે રેડ કરતા સદામ ઉર્ફે લાલો અહેમદભાઈ ચુનારા,મોહમ્મદજુબેર આબીદભાઈ સિંધી, શાહરુખ નથેખાન પઠાણ,સાહિલ સબીરભાઈ ચૌહાણ, આબાદ પીરમહંમદ ખલીફા અને આરીફખાન રહેમતખાન સિપાહીને 8070, ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અંબાજીના બ્રહ્મપુરી વાસમા જુગાર રમતા કાદરખાન ગુલાબખાન મકરાણી, અમજદખાન નરમહંમદખાન.મકરાણી, ઈકબાલ ખાન જમાલખાન મકરાણી, અને મહેન્દ્રસિંહ ભુપતસિહ પરમાર ને 3550, ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. શિહોરી ના બુકોલી ગામે વિજુભા રંગાજી સોલંકી અને પીન્ટુજી હીરાજી સોલંકીને 13,260, ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા જોકે અન્ય બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News