PDU કોલેજની કોવિડ-19 લેબમાં રોજ 200 ટેસ્ટ થાય છે, 'સેમ્પલમાંથી વાઇરસ દૂર કરી અન્ય કેમિકલ સાથે મિક્સ કર્યા બાદ પોઝિટિવ કે નેગેટિવની ખબર પડે'

  • Published By :
  • Published Date : 2020-09-11 13:13:13
  • Views : 311
  • Modified Date : 2020-09-11 13:13:13

         રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર આજે કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આવેલી PDU કોલેજનાં માઇક્રો બાયોલોજી વિભાગ અને એને સંકલન મોલેક્યુલર કોવિડ-19 લેબમાં દરરોજ 200થી વધારે કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. અહીંનો સ્ટાફ PPE કિટ, ગ્લોઝ, માસ્ક અને જરૂરી સાવચેતી સાથે લેબમાં પ્રવેશ પરિવારની ચિંતા કર્યા વગર કોવિડ-19નો સ્ટાફ લેબમાં પ્રવેશ કરતી વખતે તમામ બાબતોનું ધ્યાન રાખે છે. લેબમાં પ્રવેશ થતાં જ કોવિડ-19ના સેમ્પલ ટેસ્ટિંગનું કામ શરૂ થાય છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં મદદનીશ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોવિડ-19 લેબના ઇન્ચાર્જ ડો. સેજુલ અંટાલાએ લેબની કામગીરી વિશે જણાવ્યું હતું કે સેમ્પલનું જુદા જુદા તબક્કામાં પૃથક્કરણ કરવામાં આવે છે. સૌપ્રથમ સેમ્પલમાંથી વાઇરસને દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર બાદ વાઇરસમાં રહેલા RNA અલગ કરવામાં આવે છે. RNA ચેક કરવા માટે રિએજન્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય કેમિકલ સાથે મિક્સ કરી એને મશીનમાં ફેરવવામાં આવે છે. ત્યાર બાદ એની પરિસ્થિતિ પરથી સેમ્પલ પોઝિટિવ છે કે નેગેટિવ છે એની ખબર પડે છે.કરે છે. લેબના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે અમે સેમ્પલમાંથી વાઇરસ અલગ કરીને અન્ય કેમિકલ સાથે મિક્સ કરીએ છીએ, જે બાદ પોઝિટિવ કે નેગેટિવની ખબર પડે છે.PDU કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે લેબની વિશેષતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અહીંની લેબમાં દર્દીઓના તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ખાસ કરીને બ્લડ બેંકમાં લોકો પ્લાઝમા ડોનેટ કરે એ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. કોરોનાના ગંભીર દર્દીઓને પ્લાઝમા આપવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઝડપથી રિકવરી આવે છે. આમ, કોરોના પોઝિટિવ વ્યક્તિ સાજી થઈ ગયા બાદ અન્ય લોકોને મદદરૂપ બની હાલની મહામારીની સ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.આમ, લેબમાં દિવસ-રાત માત્ર કેમિકલ, ટેસ્ટ ટ્યૂબ, કસનળી, સ્લાઇડ, ફ્રીઝર અને વિવિધ ટેસ્ટિંગ કરી આપતાં મશીનો વચ્ચે રહેતા સ્ટાફ માટે આ જ બધી વસ્તુઓ જાણે તેમના પરિવાર-મિત્રો સમાન છે, જે કેટલાય લોકોને નવજીવન આપવાની ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં છે. લેબનો સ્ટાફ પરિવારની ચિંતા કર્યા વગર કોવિડ-19ના સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે

Download Our B K News Today App



Related News