રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં 200 બેડવાળા કોવિડ સેન્ટરનું CMએ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું, 2022 પહેલા AIMSનું લોકાર્પણ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 14:34:40
  • Views : 350
  • Modified Date : 2020-09-09 14:34:40

      સૌરાષ્ટ્રમાં અત્યારે રાજકોટ કોરોના હબ બન્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે અને બેડ ખૂટી રહ્યાં છે. ત્યારે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં 200 બેડના કોવિડ સેન્ટરને આજે શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યુ હતું. CM રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 પહેલા AIMSનું લોકાર્પણ કરવામાં આવશે. જેથી રાજકોટના લોકોને ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહેશેCM રૂપાણીએ ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં 200 બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર અને કેન્સર હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપીના અદ્યતન મશીન દ્વારા સારવારનો ઈ-લોકાર્પણ માધ્યમથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મહત્વનું છે સવાણી કિડની હોસ્પિટલ પાસેના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે નવનર્મિત કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ CMના ઈ-લોકોર્પણના કાર્યક્રમની ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.રાજકોટમાં જ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને નજીક પહોંચી ગઈ છે. જેથી દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં 200 બેડની સુવિધા વાળુ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને રોકવા અને સંક્રમિતોને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વાર કામગીરી કરવામાં આવી રહી છે.કોરોના દર્દીના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે જે દર્દીઓના મૃત્યુ થયા છે. તે તમામના દર્દીઓના મોત કોરોનાનાં કારણે થયા નથી. 60થી 70 ટકા દર્દીઓના મોત અન્ય રોગોનાં કારણે થયા છે. ડેથ ઓડિટ કમિટી આજે તમામ બાબતની તપાસ કરશે.

Download Our B K News Today App



Related News