ડીસામાં સામાન્ય ઝઘડામાં 2 યુવાનોની હત્યા કરી લાશ કૂવામાં નાંખી હોવાની કબૂલાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 10:48:18
  • Views : 2400
  • Modified Date : 2020-07-02 10:48:18

 ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ અવાવરૂ કૂવામાંથી મળેલ બે યુવાનોની લાશ સામાન્ય ઝઘડામાં ત્રણ શખ્સોએ મારમારી કુવામાં નાખી હત્યા કરી હોવાની કબૂલાત કરતાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામના રણજીત નાગજીભાઇ ઠાકોર (ઉં.વ.આ. 20) અને વાવ તાલુકાના વસરાડા ગામના રણછોડ નાગજીભાઇ ઠાકોર (ઉં.વ.આ. 19) થરાદના જમડા ગામે કોલસા પાડવાની મજુરી કરતા હતાં. ત્યારે 31 મે ના રોજ બન્ને પિતરાઇ ભાઇ જમડા ગામેથી થરાદ ખાતે કપડાં ખરીદવા માટે નિકળ્યા હતાં. જેમનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ બંને યુવકના ગુમ થવા અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ ચલાવી રહી હતી પરંતુ  25 દિવસ બાદ આ યુવકમાંથી કોઈ એક યુવકનો અચાનક ફોન ચાલુ થતા મોબાઈલ લોકેશનના આધારે આ બંને યુવકોનું લોકેશન ડીસા રેલવે સ્ટેશન મળી આવ્યું હતું. તે આધારે અવાવરૂ કુવામાં તપાસ કરતાં અસહ્ય દુગંધ મારતી બે લાશ નજરે પડી હતી. આથી ડીસા શહેર દક્ષિણ પીઆઇ બી.વી.પટેલ, પીએસઆઇ ટી.એચ.પરમાર, આર.એમ.કોટવાલ અને આર.એમ.ચાવડાએ સ્ટાફના માણસો સાથે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના દિવસમાં જ ધવલભાઇ ઉર્ફે ધવલસિહ રમેશભાઇ ઠાકોર (રહે.શ્રીરામ સિનેમા સામે, બેકરીની બાજુમાં, ડીસા), વિકીભાઇ ઉર્ફે રેસર મનુભાઇ ઉર્ફે મનુજી ઉર્ફે મનોજભાઇ ઠાકોર (રહે.ત્રીકમવાડી, મોચીવાસ, ડીસા) અને હાર્દિકભાઈ ઉર્ફે લાલો જીતુભાઇ ઠાકોર (રહે.શ્રીરામ સિનેમા સામે, ડીસા)ને ઝડપી લીધા હતા. 

Download Our B K News Today App



Related News