નેશનલ ડિફેન્સ એકેડમી-નેવલ એકેડમીની પરીક્ષા માટે મુંબઇ સેન્ટ્રલ અને પુણેથી અમદાવાદ માટે 2 ટ્રેન ઉપડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 12:57:25
  • Views : 362
  • Modified Date : 2020-09-05 12:57:25

દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીની પરીક્ષા માટે 2 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે આજે 5  સપ્ટેમ્બર મુંબઇ સેન્ટ્રલ અને પુણેથી ઉપડશે. જોકે આ બંને ટ્રેનો પરીક્ષાર્થીઓ માટે રિઝર્વેશનવાળી રહેશે. ટ્રેનમાં બેસવા માટે પરીક્ષાર્થીઓએ કોલ લેટર બતાવવો ફરજિયાત રહેશે.ટ્રેન નં. 09081 તા.5 સપ્ટેમ્બરને શનિવારે મુંબઇ સેન્ટ્રલથી રાત્રે 9:35 વાગ્યે ઉપડશે. જે બીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે અમદાવાદ પહોંચશે અને પરતમાં ટ્રેન નં.09082 તા.6 સપ્ટેમ્બરને રવિવારે અમદાવાદથી રાત્રે 10:10 વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે સવારે 6:05 કલાકે મુંબઇ સન્ટ્રલ પહોંચશે.ટ્રેન નં. 01145 પુણેથી તા.5 સપ્ટેમ્બરને સાંજે 5:30 વાગ્યે ઉપડશે. જે બીજા દિવસે સવારે 5:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 01146 અમદાવાદથી તા.6 સપ્ટેમ્બરની રાત્રે 8:15 વાગ્યે ઉપડશે જે બીજા દિવસે સવારે 8:00 વાગ્યે પૂણે પહોંચશે.આ બંને ટ્રેનો રિઝર્વેશનવાળી રહેશે, જેમાં જનરલ કોચ પણ રિઝર્વેશન વાળા જ હશે. કોરોના સંક્રમણને જોતા જરૂરી તમામ સાવચેતી રાખવાની રહેશે. ટ્રેનમાં બેસવા માટે પરીક્ષાર્થીઓએ કોલ લેટર બતાવવો ફરજિયાત રહેશે.

Download Our B K News Today App



Related News