નરોડામાં 2 ભાઈ-બહેન ગુમ થયા, પોલીસે વગર તસવીરે માત્ર માથામાં ઓછા વાળના વર્ણનના આધારે 2 કલાકમાં શોધી માતા-પિતાને સોંપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 14:54:24
  • Views : 306
  • Modified Date : 2020-09-30 14:54:24

        અમદાવાદ શહેરના નરોડા રેલવે ફાટક પાસેથી ગુમ થયેલા ચાર વર્ષના બે સગા ભાઈ- બહેનને નરોડા પોલીસે માત્ર બે કલાકમાં શોધી અને માતા- પિતાને સહી સલામત પરત સોંપ્યા છે. ભાઈ-બહેનને તેની માતાએ ઠપકો આપતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને તેની માતા 24 કલાક બાદ પોલીસ પાસે ગુમ થયા અંગે ફરિયાદ લઈને પહોંચી હતી. બંને બાળકોની તસવીર માતા- પિતા પાસે ન હતી, જેથી પોલીસ પાસે માત્ર બાળકોના માથે મુંડન બાદ એકદમ ઓછા વાળના વર્ણનના આધારે નરોડા ગામ બસ સ્ટેન્ડ પાસે બાંકડા નીચે સુતેલી હાલતમાં શોધી કાઢ્યા હતાનરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જી પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેની માતા બીજા દિવસે પોલીસ પાસે બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ લઈને આવી હતી. બાળકોના ફોટો ન હોવાથી શોધવા મુશ્કેલ હતા પરંતુ બાળકોના માથે ઓછા વાળ હોવાનું વર્ણનના આધારે અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ કરી હતી અને નરોડા ગામ પાસે બસ સ્ટેન્ડ પાસેથી બંને બાળકો મળી આવતા માતા-પિતાને સહીસલામત સોંપવામાં આવ્યા છે.નરોડા રેલવે ફાટક પાસે મજુરી કામ કરતો પરિવાર રહે છે જેમાં ચાર વર્ષનો એક બાળક અને ત્રણ વર્ષની એક બાળકી રહે છે. સોમવારે સાંજે તેની માતાએ બંને બાળકોને કોઈ કારણસર ઠપકો આપ્યો હતો. જેના કારણે બંને બાળકો ઘરેથી બહાર જતા રહ્યાં હતાં. બાળકો ઘરમાંથી ગુમ થયા બાદ તેની માતા એક કલાક પછી શોધવા નીકળી હતી. આજુબાજુમાં તેમજ સગાસબંધીઓમાં શોધખોળ કરતાં મળી આવ્યા ન હતા. પોતાના વ્હાલસોયા બાળક ગુમ થયા હોવા છતાં તેના માતા-પિતાએ પોલીસને જાણ કરી ન હતી.બીજા દિવસે સાંજ સુધી બાળકો ન મળતાં માતા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. નરોડા પીઆઇ જે.જી પટેલને બાળકો ગુમ થયા અંગે રજુઆત કરતા તેઓ પાસે બંનેના ફોટો માંગ્યા હતા. જો કે માતાએ ફોટો ન હોવાનું કહ્યું હતું. ફોટો ન હોવાથી બંનેના વર્ણન પૂછ્યા હતાં. બંને બાળકોના થોડા સમય પહેલા જ વાળ ઉતરાવ્યાં છે અને મુંડન બાદ ઓછા વાળ આવેલા છે. આ વર્ણનના આધારે સર્વેલન્સ સ્કવોડ સહિતની અલગ અલગ ટીમ બનાવી માત્ર બાળકોના વર્ણન આધારે નરોડા વિસ્તારમાં અન કાલુપુર રેલ્વે સ્ટેશન તથા ગીતા મંદિર બસ સ્ટેન્ડ તથા અન્ય જાહેર જગ્યાએ શોધખોળ શરૂ કરી હતીદરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાજારામ નરોડા ગામ બસ સ્ટેન્ડ પાસે તપાસ કરતાં હતા, ત્યારે બાંકડા નીચે બે બાળકો સુતેલા જોવા મળ્યા હતા. બંને બાળકો ગુમ થયેલા બાળકોના વર્ણન આધારિત જણાતાં હતા, જેથી બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેની માતા પાસે ઓળખ કરાવતા તેમના જ બાળકો હોવાનું કહ્યું હતું..


Download Our B K News Today App



Related News