ખડાતના 2 શખ્સ ચોરીના 5 બાઈક સહિત પકડાઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 14:49:14
  • Views : 389
  • Modified Date : 2020-08-18 14:49:14

   માણસાના ખડાત ગામે રહેતાં બે શખ્સોને ગાંધીનગર એલસીબીએ ચોરીના 5 વાહનો સાથે ઝડપી પાડી તેમની વધુ પુછપરછ હાથ ધરી છે. એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ હજારીસિંહ અને કોન્સ્ટેબલ ભવાનસિંહને આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નવા ખડાત અંબાજીપુરા ખાતે રહેતાં ટીનુસિંહ ઉર્ફે ટબ્બુ બાલુસિંહ રાઠોડ તથા તેના સાગરીત સંજય ગાંડાભાઈ રાવળ બંનેને ઝડપી લીધા હતા તેમજ તેમની પુછપરછ હાથ ધરી હતી.ટીનુસિંહના ઘરેથી ચોરીના પાંચ બાઈક મળ્યા હતા. પાંચેય બાઈક તેમણે મહેસાણાના વડનગર, વિસનગર અને વિજાપુરેથી ચોર્યા હતા. તેમણે વિસનગર ડેપોથી 10 દિવસ પહેલાં સ્પ્લેન્ડર, સાત મહિના પહેલાં પેનશ બાઈક, છ માસ પહેલાં વડનગર હાટકેશ્વર મંદિરે ભરાયેલા શિવરાત્રીને મેળામાંથી સીડી ડોન બાઈક, વિજાપુર ટીબી રોડ પર આવેલા સંસ્કૃત કોમ્પ્લેક્ષ આગળથી ચાર વર્ષ પહેલાં હોન્ડા પેશન પ્રો બાઈક તથા 25 દિવસ પહેલાં સ્પ્લેન્ડર બાઈક ચોર્યા હતા.

Download Our B K News Today App



Related News