ડીસા વેટરનરી ક્લિનિકમાં બે મોંઢા, છ પગ અને બે પૂંછડી વાળું મૃત પાડું જન્મ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:10:07
  • Views : 590
  • Modified Date : 2020-07-04 11:10:07

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત ડીસા સ્થિત વી.એમ.ઝાલા વેટરનરી ક્લિનિકમાં અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક પશુપાલકની ભેંસે બે મોંઢા, છ પગ અને બે પૂંછડી ધરાવતા દુર્લભ પાડાને જન્મ આપ્યો હતો. જોકે,વેટરનરી ક્લિનિકના ડોકટરોએ વિકૃત હાલતમાં ભેંસના બચ્ચાને મૃત હાલતમાં જન્મ કરાવી ભેંસનો જીવ બચાવી લીધો હતો. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી સંચાલિત  વી.એમ.ઝાલા કોમ્પલેક્ષ વેટરનરી ક્લિનિક ખાતે એક પશુપાલકે પોતાની આઠ વર્ષીય ભેંસને લઈને આવ્યા હતા. જેને છેલ્લા ત્રણ દિવસથી વિયાણમાં તકલીફ હતી. જેની શારીરિક તપાસ કરતા ગર્ભાશયમાં ખોડખાંપણ વાળું બચ્ચું હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓપરેશન કરવાની પશુપાલકને સલાહ અપાઇ હતી. આથી ડો.અંકિત પ્રજાપતિ, ડો.પ્રકાશ ચૌહાણ સહિત તેમની ટીમ દ્વારા ભેંસની તપાસ કરતા બચ્ચું મોન્સ્ટર હોવાથી નોર્મલ વિયાણ શક્ય ન જણાતા સિઝેરિયનથી બચ્ચાને જન્મ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બે મોંઢા, છ પગ અને બે પૂંછડી સાથે ભેંસના મૃત બચ્ચાનો જન્મ થયો હતો. વધુમાં જન્મેલા ભેંસના બચ્ચાનું પોસ્ટમોર્ટમ કરતા તેમાં અંદરના અમુક ભાગના અંગો બે-બે જોવા મળ્યા હતા. આ પ્રકારની વિકૃતિ અમુક પશુઓમાં જોવા મળે છે. 

Download Our B K News Today App



Related News