ધાનેરામાં બે જ્વેલર્સની દુકાનોના તાળાં તૂટ્યાં,તસ્કરો 2 લાખની મત્તા ચોરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 11:32:23
  • Views : 481
  • Modified Date : 2020-07-17 11:32:23

ધાનેરામાં બુધવારની રાત્રીના સમયે તસ્કરો બે અલગ-અલગ જગ્યાએ બે જ્વેલર્સની દુકાનોના તાળાં તોડી રૂ.2 લાખ જેટલો ચાંદીનો સામાન તેમજ અન્ય સામાનની ચોરી થતાં ધાનેરા પોલીસને જાણ કરી હતી.શિતલ શોપિંગ સેન્ટરમાં રોડ તરફ આવેલ મુળાભાઇ ઈશ્વરજી સોની જ્વેલર્સની દુકાનને બુધવારે મોડી સાંજે દુકાનને વધાવીને ઘરે ગયા હતા અને જ્યારે સવારે લોકોએ તેમને ફોન કરીને જણાવેલ કે તમારી દુકાનના તાળાં તૂટેલા છે.ત્યારે તેઓ આવીને દુકાનને આવી પોલીસને જાણ કરતાં પોલીસની હાજરીમાં દુકાનમાં તપાસ કરતાં દુકાનમાંથી ચાંદીની વિંટીના બે બોક્ષ, 250 ગ્રામ ચાંદીના તાર, પરચુરણ સામાન તથા સીસીટીવીનું ડી.વી.આર.મળીને રૂ.47,000નો સામાન ચોરાયો હતો.ત્યારે લાયબ્રેરી પાસે આવેલ નટવરભાઇ ચમનલાલ સોનીની જ્વેલર્સની દુકાનમાંથી રૂ.1.60 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. તસ્કરો બન્ને દુકાનોમાં લગાવેલ સીસીટીવીનું ડી.વી.આર. પણ ચોરી ગયા હતા. આ બાબતે સોની સમાજના આગેવાનો ચોરીની ફરિયાદ આપવા જતાં પોલીસે માત્ર અરજી લીધી હતી.

Download Our B K News Today App



Related News