આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે સૌથી મોટો ખતરો, ‘હિકા’ વાવાઝોડાનો ખતરો’તો ટળ્યો..!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 14:24:08
  • Views : 735
  • Modified Date : 2019-09-26 14:24:08

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસશે. 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતમાં નવલી નવરાત્રીએ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા ખેલૈયાઓ ચિંતામાં દેખાયા છે. સાથે સાથે આયોજકોમાં પણ ચિંતા પેઠી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં 3 ઓક્ટોબર પછી વરસાદનું જોર ઘટશે, ત્યાં સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્ય પર ફરીતી સાયક્લોનો સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગ સતર્ક થઇ ગયું છે.હિકા’ વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો છે, પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.હાલ યુવાધનમાં નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો મેઘરાજા પણ વિદાય લેવાના સમયે જ જમાવટ બોલાવી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે નવરાત્રી આયોજકો પણ વિસામણમાં મુકાયા છે.‘હિકા’ વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો છે, પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.હાલ યુવાધનમાં નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો મેઘરાજા પણ વિદાય લેવાના સમયે જ જમાવટ બોલાવી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે નવરાત્રી આયોજકો પણ વિસામણમાં મુકાયા છેગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 3 દિવસમાં વરસાદ વરસી શકે છે. 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં હજુ ચોમાસું પતતા વાર લાગશે.બુધવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે આવેલાં વરસાદે સમગ્ર અમદાવાદને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. અમદાવાદમાં ભર બપોરે અંધારપટ છવાઈ ગયો હતો. તો વડોદરામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતમાં પણ મેઘરાજાએ જતાં જતાં જમાવટ બોલાવી હતી.

Download Our B K News Today App



Related News