થરાદની 9 શાળા, લુવાણા પે. કેન્દ્રના બે બાળકને દત્તક લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 11:20:49
  • Views : 442
  • Modified Date : 2020-03-17 11:20:49

ગુજરાતની 33 શાળાઓને દત્તક લીધા બાદ અમદાવાદની સંસ્થાએ શુક્રવારે થરાદ તાલુકાની 9 શાળાઓમાં બાળકોની પ્રાથમિક સહિત શિક્ષણને લગતી જરૂરીયાતો પુરી પાડવા બે વર્ષની જવાબદારી ઉઠાવી છે. જ્યારે લુવાણા પે.કેન્દ્રમાં અભ્યાસ કરતા માતા પિતા વિનાના બે ભાઇઓને બે વર્ષ સુધી દત્તક લઇ તેમની શિક્ષણને લગતી સુવિધા પુરી પાડવા જવાબદારી ઉઠાવી છે. અમદાવાદની Vedanta Ltd. Cairn Oil and Gas અને   Yuva  Unstoppable સંસ્થાએ શુક્રવારે મુલાકાત લઇ તાલુકાની 9 શાળાઓને શૈક્ષણિક ઉત્કર્ષ અંતર્ગત બે વર્ષ માટે દત્તક લીધી છે. આ શાળાઓમાં બંને સંસ્થાના સહયોગથી ગર્લ્સ ટોઈલેટ, બોયસ ટોઈલેટ,પાણીની પરબ, ડીશ વોશ એરિયા, મધ્યાહન ભોજન માટે શેડ, શૈક્ષણિક પેઇન્ટિંગ, સ્માર્ટ ક્લાસ, ગૂગલ ફીચર્ડ ક્લાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.તદુપરાંત સાંપ્રત સમયની તાતી જરૂરિયાત એવી મૂલ્ય શિક્ષણ, પર્શનલ હાયજીન,સ્વાસ્થ્ય, સુરક્ષા, લીડરશીપ મોડેલ,પર્યાવરણ જાળવણી, બિહેવિઓરિઅલ ચેન્જ જેવા વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતર માટે અતિ આવશ્યક એવા વિષયોની તાલીમ Yuva Unstoppable સંસ્થાના દર્શનાબેન શાસ્ત્રી અને વૃષાલીબેન ભટ્ટ દ્વારા આપવામાં આવે છે.Yuva Unstoppable સંસ્થાના જસ્મીનભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓના ઘરે ઘરે ફરી શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરી વિદ્યાર્થીઓને શાળામાં લાવે છે. લવાણા પે. કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતાં માતા-પિતા વિનાના રાજ અને મુકેશ નામના બે સગાભાઇઓ બકરા ચરાવી જીવન નિર્વાહ કરતા હતા. તેઓ ઘણા સમયથી શાળામાં ગેરહાજર રહેતા હતાં. Yuva Unstoppable સંસ્થાના જસ્મીનભાઇ સોલંકી દ્વારા તેમનો સંપર્ક કરી તેમના દાદાને સમજાવી તેમને શાળામાં લાવવામાં આવ્યાં હતા. લુવાણા પે.કેન્દ્ર શાળાના આચાર્ય મફાભાઇ પટેલ તેમજ પરિવારે Vedanta Ltd Cairn Oil and Gas તેમજ Yuva Unstoppable સંસ્થાનો આભાર વ્યક્ત કરે છે.

Download Our B K News Today App



Related News