ઇરાનમાં વિમાન તુટી પડતા તમામ ૧૭૬ના થયેલ મોતતહેરાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 16:21:20
  • Views : 476
  • Modified Date : 2020-01-09 16:21:20

ઇરાનમાં તહેરાન વિમાની મથક નજીક તુટી પડેલા યુક્રેનના વિમાનમાં રહેલા તમામ વિમાની યાત્રીઓના મોત થઇ ગયા છે. આ વિમાનમાં ૧૬૭ યાત્રીઓ અને નવ ક્રૂ મેમ્બરો હતા. એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે, વિમાનને કાવતરા હેઠળ ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. જમીન પર પડતા પહેલા વિમાન આગમાં લપેટાઇ ગયું હતું. પહેલા ટેકનિકલ ખામીના કારણે વિમાની દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ આવ્યા હતા પરંતુ હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે, વિમાન કાવતરાનું શિકાર થયું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વિમાનને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો. વિમાનમાં આગ ફાટી નિકળી હતી. વિમાને ઇમામ ખમનેઇ આંતરરાષ્ટ્રીયવિમાની મથકથી ઉંડાણ ભરી હતી. ટેકનિકલ ખામીના કારણે પહેલા આ દુર્ઘટના થઇ હોવાની વાત કરાઈ હતી. યુક્રેન આંતરરાષ્ટ્રીય એરલાઈનની યુક્રેન ૭૩૭-૮૦૦ ફ્લાઇટે સવારે ઉડાણ ભરી હતી. ઇરાન દ્વારા ઇરાકમાં અમેરિકી દળો ઉપર બેલાÂસ્ટક મિસાઇલો ઝીંકવામાં આવ્યાના કલાકો બાદ જ આ ઘટના બની હતી જેથી શંકાઓ વધી ગઈ છે. વિમાને ઉંડાણ ભર્યા બાદ કાબૂ ગુમાવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે, આજે સવારે ઉંડાણ ભર્યા બાદ તરત જ ડેટા મળવાના બંધ થઇ ગયા હતા. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટેકનિકલ ખામીના કારણે આ   દુર્ઘટના થઇ હતી. ઉડાણભર્યા બાદ આ વિમાન તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. બીજી બાજ ઇરાનમાં સતત બે ભૂકંપના આંચકા પણ આવ્યા છે. યુક્રેનના બોંઇગ ૭૩૭ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ મામલે ઉંડી તપાસ ચાલી રહી છે. વિમાનમાં ૧૮૦ યાત્રી હતા. જૈ પૈકી ક્યાં કયા દેશના નાગરિકો હતા તે અંગે માહિતી મળી શકી નથી.ઇરાને આજે સવારે ઇરાકમાં અમેરિકા એરબેઝ પર આશરે ઢજન જેટલી મિસાઇલો ઝીંકી હતી. આની સાથે જ અમેરિકાના પક્ષને ભારે નુકસાન થયુ હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે હવે Âસ્થતી વધારે વિસ્ફોટક બની ગઇ છે. આ હુમલો કરવામાં આવ્યા બાદ ઇરાને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે આ તો માત્ર શરૂઆત છે.


Download Our B K News Today App



Related News