તહેરાન એરપોર્ટથી ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ બોઈંગ 737 પ્લેન ક્રેશ, ઈરાનના 82 અને કેનેડાના 63 લોકો સહિત 176 લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 18:16:09
  • Views : 475
  • Modified Date : 2020-01-08 18:16:09

ઈરાનના તેહરાન પાસે આવેલા ઈમામ ખોમેની એરપોર્ટ પર એક બોઈંગ 737 વિમાન ક્રેશ થઈ ગયું છે. ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન યુક્રેનનું હતું. ટેક્નીકલ ખામીના કારણે ટેક ઓફ થયા પછી તુરંત જ આ પ્લેન ક્રેશ થઈ ગયુ હતું. તેમાં મુસાફરી કરતાં તમામ 176 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ઈરાનના 82 અને કેનેડા 63 લોકો હોવાનું જાણવા મળ્યું છે.ફ્લાઈટ રડાર 24 વેબસાઈટે એરપોર્ટના ડેટાના આધાર પર જણાવ્યું કે, યુક્રેનના બોઈંગ 737-800 વિમાને સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.15 વાગે ઉડાન ભરવાની હતી. જોકે તે 6.12 વાગે રવાના થયું હતું. ઉડાન ભર્યાને થોડી જ વારમાં ફ્લાઈટે ડેટા મોકલવાનું બંધ કરી દીધું હતું. એરલાઈન્સે હજુ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

ભારતમાં પણ બોઈંગ 737-800 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું છે
બોઈંગ 737-800 બે એન્જિન વાળુ જેટ છે. દુનિયાની હજારો એરલાઈન્સ કંપનીઓ આ મોડલનો ઉપયોગ કરે છે. 1990માં આવેલું આ વિમાન બોઈંગ 737 મેક્સ વિમાનનું જૂનું વર્ઝન છે. બોઈંગ 737-800 આ પહેલાં પણ ઘણી દુર્ઘટના બની છે. મે 2010માં એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન મેંગલોરમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 150 લોકોના મોત થયા હતા. 2016માં પણ બોઈંગ 737-800 ક્રેશ થયું હતું. ફ્લાઈદુબઈ એરલાઈન્સનું વિમાન રશિયાના રોસ્તોવ-ઓન-ડોન એરપોર્ટ પર લેન્ડ થતી વખતે ક્રેશ થયું હતું. તેમાં પણ 62 લોકોના મોત થયા હતા.

બોઈંગ 737 વિમાનો માટે 2018 અને 2019 ખરાબ વર્ષ રહ્યું
ગયા વર્ષે માર્ચમાં બોઈંગ 737 મોડલનું જ એક વિમાન ટેકઓફ થયાની 6 મિનિટ પછી જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં 157 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 2018માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં લોયન એરલાઈન્સનું બોઈંગ 737 ઉડાન ભર્યા પછી ક્રેશ થઈ ગયું હતું. તેમાં 112 મુસાફરોના મોત થયા હતા.

Download Our B K News Today App



Related News