કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાત આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 15:28:14
  • Views : 413
  • Modified Date : 2020-10-13 15:28:14

           લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે 4 વાગે અમદાવાદ આવશે.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાત આવશે. તેઓ 17મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રોકાણ કરશે. આ અગાઉ તેઓ 17મી ઓક્ટોબરે રાજ્યમાં આવવાના હતા, પરંતુ તેમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે અને આજે સાંજે જ અમદાવાદ આવી પહોંચશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા શનિ-રવિ અમદાવાદ આવવાના હતા. તેઓ નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમ જ આરતીમાં ભાગ લેવા ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરવાના હતા.અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે આથી તેમની જ તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીનાં દર્શને આવી રહ્યા છે

Download Our B K News Today App



Related News