જોડિયામાં 36 કલાકમાં 16, ટંકારામાં 15, અબડાસા, ગોંડલ, ભાણવડમાં 7-7 ઇંચઃ ડાંગ-દાહોદમાં વરસાદની ઘટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 16:02:21
  • Views : 484
  • Modified Date : 2020-08-25 16:02:21

      રાજ્યમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધી સરેરાશ વરસાદ 102.73 ટકા વરસાદ નોંધાયો હતો. સોમવારે પણ રાજ્યમાં અવિરત મેઘમહેર ચાલું રહી હતી. સોમવાર મોડી રાત સુધીમાં વરસાદની ટકાવારી 104થી વધુ થઇ ગઇ છે. કચ્છ ઝોનમાં 188 ટકા, સૌરાષ્ટ્રમાં 135 ટકા જ્યારે ઉત્તરમાં 88, મધ્યમાં 79, દક્ષિણમાં 91 ટકા વરસાદ નોંધાયો હતો. જળાશયોમાં 71 ટકા પાણી છે. 76 ડેમમાં 100 ટકા પાણી, 44 ડેમમાં 90થી 100 ટકા, 14 ડેમમાં 80થી 90 ટકા, 19 ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં સંગ્રહ 66 ટકા જ્યારે 127 મીટર છે. ગયા વર્ષે આ જ સમયે નર્મદામાં જળસંગ્રહ 75 ટકા હતો. રાજ્યના 69 તાલુકાઓમાં 40 ઇંચથી પણ વધુ વરસાદ, 139માં 20થી 40 ઇંચ વચ્ચે, 42 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. માત્ર બે જિલ્લા દાદોદ અને ડાંગ સિવાય કોઇ જિલ્લામાં વરસાદની ઘટ નથી. છેલ્લા 6 વર્ષની 24 ઓગસ્ટ સુધીના આંકડાઓ મુજબ, આ વખતે સૌથી વધુ વરસાદ છે. સોમવારે કચ્છના અબડાસામાં 7 અને ગોંડલમાં 7, ભાણવડમાં 6.5, જામજોધપુરમાં 5.5, સાંતલપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.સોમવારે વરસાદની સૌથી વધુ મહેર રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જોવા નળી હતી. મોરબી જિલ્લામાં ધામાં નાખ્યા હોય તેમ સાંજ સુધીમાં જિલ્લાભરમાં બે ઇંચથી લઈ 7 ઇંચ સુધી પાણી વરસી ગયું હતું. તાલુકા મુજબ જોઈએ તો મોરબીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો ટંકારા અને હળવદમાં સાડા 4 ઇંચ વાંકાનેરમાં પોણા પાંચ ઇંચ જ્યારે માળિયા મિયાણામાં માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં મેઘસવારી સોમવારે પણ અવિરત રહી હતી અને ગોંડલમાં એકધારો આઠ ઇંચ વરસી જતાં પંથક તરબતર બની ગયો હતો.રાજ્યમાં વરસાદના 30 વર્ષનો ઇતિહાસનો જોઇએ તો, દર બીજું કે ત્રીજું વર્ષ નબળું જાય છે. છેલ્લા 30 વર્ષમાંથી 15 વર્ષ જ સરેરાશ જેટલો વરસાદ થયો છે. 6 વર્ષ બહુ સારા તો 6 વર્ષ સાવ નબળા ગયો છે. 1994, 2005, 2006, 2007, 2010, 2013માં 40 ઇંચથી વધુ વરસાદ થયો હતો. 6 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ તો 6 વર્ષ 24 ઇંચથી પણ ઓછો વરસાદ હતો. 1994નો 50 ઇંચનો રેકોર્ડ હજૂ અકબંધ છે. 2005(46 ઇંચ), 2006(49 ઇંચ), 2007(45 ઇંચ) એમ સતત 3 વર્ષ 40 ઇંચથી વધુ વરસાદ હતો. .

Download Our B K News Today App



Related News