ડીસા,થરા અને દિયોદરના 4 જુગારધામો પર પત્તાં ટીચતાં 16 ઝડપાયા, 4 ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 12:21:18
  • Views : 517
  • Modified Date : 2020-08-08 12:21:18

   બનાસકાંઠા જિલ્લાની ડીસા, થરા અને દિયોદર પોલીસે ગુરુવારે 4 જુગારધામો પર દરોડા પાડી જુગાર રમી રહેલા 16 જુગારીયાઓને રૂ.47,290ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે 4 જુગારીયા ફરાર થઇ જતાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસે ગુરુવારે ગંગાજી વ્હોળા નજીક ગંજીપાના વડે જુગાર રમી રહેલા 4 જુગારીને રૂ.21,160ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો થરા પોલીસે ભદ્રેવાડી ગામની સીમમાં જુગાર રમી રહેલા 7માંથી 3 જુગારીયાઓને રૂ.8670 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે 4 જુગારીયા ફરાર થઇ જતાં પોલીસે કુલ 7 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ભદ્રેવાડી ગામમાં જ ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમી રહેલા 4 જુગારીને રૂ.2460ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારે દિયોદર પોલીસે જેતડા ત્રણ રસ્તા નજીક જુગાર રમી રહેલા 5 જુગારીને રૂ.15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતાં 20 શખ્સો ઝડપાયા, 4 ફરાર

ડીસાથી

  • કયુમભાઈ અબ્દુલગની કુરેશી
  • સેબાજમુમતાજભાઈ શેખ
  • સિરાજભાઈ ભૂરાભાઈ શેખ
  • શોએબ મુઝફરભાઈ કુરેશી

થરા ભદ્રેવાડી સિમમાંથી
ઝડપાયા

  • ખોડાજી ગાંડાજી ઠાકોર
  • ચેનાજી ધારસીજી ઠાકોર
  • હરેશજી કરશનજી ઠાકોર

ફરાર

  • પરેશજી કરશનજી ઠાકોર
  • ચંદુભાઈ ચેલાભાઈ રાવળ
  • જીતુભાઇ રમણીકલાલ શાહ
  • મનુજી નટવરજી ઠાકોર

થરા ભદ્રેવાડી ગામમાંથી

  • શાંતિભાઈ જેઠાભાઇ પુરોહિત
  • મહેબુબશા કરીમસા ફકીર
  • આબિદભાઈ હાતીમભાઈ ઉકાણી
  • હર્ષદભાઈ મનુભાઈ પુરોહિત

દિયોદર જેતડા ત્રણ રસ્તા નજીકથી

  • જીવણજી ખોડાજી ઠાકોર
  • નારણસિંહ મહિપતસિંહ દરબાર
  • રાજુભાઈ સવરામભાઇ જોષી
  • મહેશભાઈ સોમાભાઈ પંચાલ
  • પ્રકાશભાઈ અંબારામભાઈ રાવલ

Download Our B K News Today App



Related News