જેતપુરમાં ડોક્ટર પર હુમલાને લઈ તબીબો 3 દિવસ સુધી અને રાજકોટમાં કાયમી કરવાની માંગ સાથે આરોગ્ય વિભાગના 150 જેટલા કર્મચારીઓ હડતાળ પર

  • Published By :
  • Published Date : 2020-09-11 13:54:18
  • Views : 295
  • Modified Date : 2020-09-11 13:54:18

          રાજકોટમાં આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 150થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 150થી વધુ કર્મચારીઓ મનપા કચેરી ખાતે હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રોટેશનમાં ડ્યૂટી આપવા, એકસ્ટ્રા વેતન અને કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. એક તરફ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને બીજી તરફ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ જેતપુરમાં ડોક્ટર અને સ્ટાફ પર દર્દી દ્વારા હુમલો કરવામાં આવતા તમામ ડોક્ટરો ત્રણ દિવસ સુધી હડતાળ પર ઉતર્યા છે.હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માંગ છે કે તેઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. આ સાથે જ એક્સ્ટ્રા વેતન આપવામાં આવે અને તેઓને આપવામાં આવતી ડ્યૂટી રોટેશનમાં કરવામાં આવે. કર્મચારીઓ હડતાળ પર ઉતરતા આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.જેતપુર નગરપાલિકાના પ્રમુખના દિયરે પોતાને ખોટી રીતે કોરોના પોઝિટિવ બતાવ્યો હોવાની વાતે હોસ્પિટલમાં ગાળાગાળી કરી ડોકટર તેમજ સ્ટાફ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને રાતોરાત પકડી પોલીસ બંદોબસ્ત હેઠળ રાજકોટ સારવારમાં ધકેલી દીધો છે. પરંતુ ડોક્ટરો પર હુમલાના બનાવો વધી ગયા હોય તેનું યોગ્ય નિરાકરણ નહીં આવતા શુક્રવાર મધરાતથી તમામ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ રહેવાનો IMA ઠરાવ કર્યો છે.જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાનો ભાઈ અને વર્તમાન પ્રમુખ કુસુમબેનનો દિયર મિન્ટો ઉર્ફે મનીષને કોરોના પોઝિટિવ આવતા પોતાને તેમજ પત્નીને ખોટી રીતે કોરોનાનો રિપોર્ટ ડોકટરે આપ્યો છે. તેમજ દવાઓ પણ ખોટી આપતા હોવાનો આક્ષેપ કરી પોતે હોમ આઇસોલેશન હોવા છતાં શ્રીમદ કોવિડ-19 અને સંજીવની બંને હોસ્પિટલે જઇ ગાળાગાળી કરી બઘડાટી બોલાવી ડોકટર તેમજ સ્ટાફ પર હુમલો કર્યો હતો. જેથી ડોક્ટર સંજય ક્યાડાએ ફરિયાદ કરી હતી અને સીધો CMને કોલ કરી રજૂઆત કરતા CMO દ્વારા આરોપી પર કડક કાર્યવાહીનો હુકમ કરતા પોલીસે રાતોરાત મિન્ટોની શોધખોળ હાથ ધરી PPE કિટ પહેરીને ઝડપી લીધો હતો અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News