રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢના સાત કમાનમાંથી ૧૫મી સદીના અવશેષો મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 13:39:25
  • Views : 481
  • Modified Date : 2019-11-25 13:39:25

રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતેથી ૧૫મી સદીના અવશેષો મળી આવ્યા છે. સાત કમાન વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરૂ કરવામાં  આવતા અવશેષો  મળી આવ્યા છે. જેમાં ૧૫મી સદીના ઉલ્લેખ ધરાવતી તકતી તેમજ પૌરાણિક ઢબના દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. પૌરાણિક અવશેષો  મળી આવતાં પુરાતત્વ વિભાગ દ્વારા સંપૂર્ણ ખોદકામ બાદ સંશોધન હાથ ધરવામાં આવશે પંચમહાલ  જીલ્લાની ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી ૧૫મી સદીના અવશેષો મળી આવ્યા, મળી આવેલા પુરાતન અવશેષોનું ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આવનારા સમયમાં સંશોધન કરવામાં આવશે. ગુજરાત રાજ્યની પ્રથમ  વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતે અનેક પુરાતન અવશેષો આજે મોજુદ છે , ત્યારે પાવાગઢ ડુંગર અને તેની આજુબાજુના વિસ્તાર હાલ ભારતીય પુરાતત્વ   વિભાગ હસ્તક આવરી લેવામાં આવેલો છે, આ વિસ્તારમાં નાના મોટા સહીત ૧૦૦૦ ઉપરાંત પૌરાણિક સ્થાપત્યો આવેલા છે. ત્યારે પાવાગઢ ડુંગર જવાના માર્ગ પર  આવેલ સાત કમાન નામના પૌરાણિક સ્થાપત્ય આવેલું છે. આ સાત કમાન ના અંદરના ભાગમાં હજુ પણ પૌરાણિક ધરોહર હોવાની પુરાતત્વ વિભાગને સચોટ જાણકારી કનિદૈ લાકિઅ મળતા આ જગ્યા પર સરકારની મંજુરી મેળવ્યા બાદ ખોદકામ શરુ કરવામાં આવ્યું છે, હાલ પુરાતત્વ વિભાગ દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાત કમાન વિસ્તારમાં કરવામાં આવી રહેલા ખોદકામ દરમ્યાન ૧૫મી સદીના અવશેષો મળી આવ્યા છે. 


Download Our B K News Today App



Related News