અમદાવાદમાં 11 અંગ્રેજી માધ્યમની શાળા સહિત નવી 15 શાળા થશે શરૂ : AMC સ્કૂલ બોર્ડનો મહત્વનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 13:06:25
  • Views : 312
  • Modified Date : 2022-04-26 13:06:25

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં આગામી વર્ષ દરમિયાન વધુ નવી 15 શાળાઓ શરૂ કરવામાં આવશે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 11 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાશે. હાલમાં અમદાવાદમાં AMC સ્કૂલ બોર્ડની 37 અંગ્રેજી માધ્યમની શાળાઓ છે. આ શાળાઓમાં અમદાવાદના વિદ્યાર્થીઓને નિઃશૂલ્ક અંગ્રેજીનું મધ્યમનું શિક્ષણ આપાશે.

અમદાવાદ શહેરમાં ખાનગી શાળામાંથી સરકારી તેમજ મ્યુનિસિપલની શાળામાં ટ્રાન્સફર થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં અગામી શૈક્ષણિક વર્ષ સુધીમાં શહેરમાં નવી વધુ 15 શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નવી 11 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાશે. બાકી 4 શાળાઓ શહેરના અન્ય વિસ્તારોમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

અમદાવાદમાં હાલ AMC સંચાલિત 37 અંગ્રેજી માધ્યમની શાળાઓ છે

ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદમાં AMC સ્કૂલ બોર્ડની 37 અંગ્રેજી માધ્યમની શાળાઓ છે.જેમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું મધ્યમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ બાબત બતાવે છે કે એક સમયે મ્યુનિ. શાળાનું નામ સાંભળીને લોકો મ્હોં મચકોડતાં હતા. પરંતુ સમયની માંગને ધ્યાનમાં લઇને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાના વિચારને અમલમાં મૂકયો હતો. 

 

 

Download Our B K News Today App



Related News